પહેલી વખત મળશે Donald Trump અને કીમ જોંગ ઉન, ૧૨ જુને સિંગાપુરમાં થશે મુલાકાત

0
3825
Donald Trump-

અમેરિકી રાષ્ટ્રપતિ Donald Trump અને ઉત્તરી કોરિયાના સાશક કીમ જોંગ ઉન પહેલી વખત એક બીજાને મળવાના છે. ૧૨ જુને Donald Trump અને કીમ જોંગ ઉનની મુલાકાત સિંગાપુરમાં થશે. વાસ્તવમાં માર્ચમાં જ આ ખબર આવી હતી કે, ડોનાલ્ડ ટ્રંપ ઉત્તરી કોરિયાઈ તાનાશાહ કીમ જોંગ ઉનને મળવા માટે તૈયાર થઇ ગયા છે. ત્યાં જ અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે ટ્વીટ કરી ઘોષણા કરી કે તેઓ કોરિયામાં પરમાણું નિઃશસ્ત્રીકરણના મુદ્દા પર ચર્ચા માટે ઉત્તર કોરિયાના નેતા કીમ જોંગ ઉન સાથે ૧૨ જુને સિંગાપુરમાં મળશે.

ટ્રંપે ટ્વીટર પર લખ્યું કે, ‘કીમ જોંગ ઉન અને મારી વચ્ચે થનારી બહુપ્રતિક્ષિત બેઠક ૧૨ જુને સિંગાપુરમાં થશે. અમે બન્ને આને વિશ્વ શાંતિ માટે ઘણી જ ખાસ ક્ષણ બનાવવાની કોશિશ કરીશું.’ આ પહેલા ઉત્તર કોરિયા દ્વારા છોડવામાં આવ્યા બાદ દક્ષિણ કોરિયાઈ મૂળના ત્રણ અમેરિકી નાગરિક અમેરિકા પાછા ફર્યા.

અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રંપે માર્ચ મહિનામાં કહ્યું હતું કે, તે ઉત્તર કોરિયાના સાશક કીમ જોંગ ઉન સાથે બેઠક કરવા પર સહેમત થઇ ગયા છે. આ સાથે જ બંને નેતાઓ વચ્ચે ઐતિહાસિક શિખર સંમેલનનું મંચ તૈયાર થઇ ગયું છે. માર્ચમાં જ ડોનાલ્ડ ટ્રંપે આની પુષ્ટિ કરતા એક ટ્વીટ પણ કરી હતી.

હાલમાં જ કીમ જોંગ ઉને દક્ષિણી કોરિયાઈ રાષ્ટ્રપતિની સાથે ઐતિહાસિક મુલાકાત કરી સુલેહના સંકેત આપ્યા હતા. જો કે, કેટલાક મહિના પહેલા જ ટ્રંપ અને કીમ જોંગ એક બીજાને પરમાણું હથીયારોની ધમકી આપી રહ્યા હતા પણ હવે તેમની થનારી આ મુલાકાત વૈશ્વિક શાંતિની દિશામાં એક મોટું પગલું હોઈ શકે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY