બ્રિટેનમાં અમીરોની યાદીમાં Hinduja Brothers બીજા નંબર પર

0
2239
Hinduja Brothers

ભારતમાં જન્મેલા Hinduja Brothers બ્રિટનના અમીરોની વાર્ષિક લીસ્ટમાં બીજા નંબર પર સ્થાન પામ્યા છે. રસાયણ ક્ષેત્રના ઉદ્યોગપતિ જીમ રેટકલીફે તેમને બીજા સ્થાન પર પછાડી દીધા છે. સંડે ટાઈમ્સની અમીરોની યાદી અનુસાર લંડન સ્થિત શ્રીચંદ અને ગોપીચંદ હિંદુજા ૨૦.૬૪ અરબ પાઉન્ડની સંપત્તિ સાથે બીજા નમ્બર પર છે. ૨૧.૦૫ અરબ પાઉન્ડ સાથે રેટકલીફ પહેલા નમ્બર પર છે.

બ્રિટેનના એક હજાર અમીરોની ૨૦૧૮ ની લીસ્ટમાં ભારતીય મૂળના ૪૭ આમીર લોકો શામેલ છે. આ લીસ્ટ તૈયાર કરનારા રોબર્ટ બોટ્સે કહ્યું કે, ‘બ્રિટેન બદલાઈ રહ્યું છે. તે દિવસો હવે ગયા જયારે પુશ્તૈની પૈસા અને કેટલાક ગણતરીના ઉદ્યોગોને જ સંડે ટાઈમ્સની અમીરોની લીસ્ટમાં સ્થાન મળતું હતું. હવે આ લીસ્ટમાં વિરાસતમાં ધન મેળવનારાની જગ્યાએ નવા નવા ઉદ્યોગપતિપનો દબદબો છે.

તેમણે કહ્યું કે, અમીરોની યાદીમાં ચોકલેટના ઉદ્યોગપતિથી લઇને સુશી, પેટ ફૂડ અને ઈંડાનો બીઝનેસ કરનારા બધા જ સામેલ થઇ રહ્યા છે. અમે જોઈ રહ્યા છીએ કે, લીસ્ટમાં સામાન્ય બેકગ્રાઉન્ડ વાળા લોકો આવી રહ્યા છે. આ લોકો એવા છે જેમણે સ્કુલના દિવસોમાં સંઘર્ષ કર્યો અને ઘણા સમયથી બિઝનેસની શરૂઆત કરી હતી.

સામાન્ય બેકગ્રાઉન્ડના રેટકિલ્ફે રસાયણ કંપની અઈનીયોસની શરૂઆત કરી. ૨૦૧૭ ની લીસ્ટમાં તે ૧૮ માં નંબર પર રહ્યા હતા. ગયા વર્ષે તેમણે ૧૫.૩ અરબ પાઉન્ડ ભેગા કર્યા અને તે પહેલા નંબર પર આવી ગયા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY