ઈમરાનખાને પાકિસ્તાનના ૨૨ માં વડાપ્રધાન તરીકે શપથ લીધા, રાષ્ટ્રપતિ મમનુન હુસૈને શપથ અપાવી

0
406
Imran Khan Sworn As A 22nd Prime Minister Of Pakistan

ક્રિકેટરથી રાજનેતા બનેલા પાકિસ્તાન તહેરીકે એ ઇંસાફ પાર્ટીના પ્રમુખ ઈમરાન ખાને શનિવારે પાકિસ્તાનના ૨૨માં વડાપ્રધાન તરીકે શપથ ગ્રહણ કર્યા હતા. તેમને રાષ્ટ્રપતિ મમનુન હુસૈને ઇસ્લામાબાદ સ્થિત રાષ્ટ્રપતિ ભવનમાં શપથ અપાવી હતી. આ દરમ્યાન કોંગ્રેસ નેતા અને પૂર્વ ક્રિકેટર નવજોત સિદ્ધુ પણ હાજર રહ્યા હતા. પાકિસ્તાન આર્મી ચીફ કમર બાજવાએ તેમને ગળે મળીને તેમનું સ્વાગત કર્યું.

પાકિસ્તાનની ૧૫મી નેશનલ એસેમ્બલી માટે ૨૫ જુલાઈના રોજ મતદાન થયું અને બીજા દિવસે પરિણામ જાહેર થયું હતું. જેમાં ઈમરાન ખાનની પાર્ટીને સૌથી વધુ ૧૧૬ બેઠક મળી હતી. જયારે મુખ્ય વિપક્ષી દળ પાકિસ્તાન મુસ્લિમ લીગ- પીએમએલ- એન અને પાકિસ્તાન પીપુલ્સ પાર્ટી ને ક્રમશ ૬૪ અને ૪૩ બેઠકો મળી હતી. જો કે ઈમરાન ખાન સાથે સરકાર બનાવવા માટે બહુમત ન હતું. કારણ કે સંસદના ૩૪૨ સભ્યવાળા નીચલા સદનમાં બહુમત માટે ૧૭૨ બેઠકની આવશ્યકતા છે.

જયારે શુક્રવારે નેશનલ એસેમ્બલીના ઈમરાનખાનના પક્ષમાં ૧૭૬ વોટ પડ્યા હતા. જયારે વિપક્ષી શાહબાજ શરીફને ૯૬ વોટ મળ્યા હતા. જેના પગલે પીટીઆઈના ચીફ નો પ્રધાનમંત્રી બનવાનો રસ્તો સાફ થયો હતો. જયારે નવજોતસિંહ શુક્રવારે તેમના શપથ ગ્રહણ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. લાહોરમાં સંવાદદાતાઓ સાથે વાતચીત કરતા નવજોતસિંહે કહ્યુ કે તે તેમના મિત્ર ઇમરાન ખાનના આમંત્રણ પર અહિયાં આવ્યા છે. આ મારી માટે ખાસ ક્ષણ છે. ખેલાડી અને કલાકાર દુરીયા મિટાવી દે છે. હું પાકિસ્તાનના લોકો માટે પ્રેમનો સંદેશ લઈને આવ્યો છું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY