ગજબ ! રોબોટે કરી પહેલી Tumour સર્જરી, ભારતીય મૂળના સર્જને કરી આગેવાની…

0
3449
tumour

ભારતીય મૂળના એક સર્જનની આગેવાનીમાં વિશ્વ રોબોટ મારફતે પહેલી સર્જરી કરવામાં આવી છે. આમાં એક દર્દીના ગળામાંથી સફળતાપૂર્વક tumour નીકાળવામાં આવ્યું. કોર્ડોમા કેન્સરનો એક ઘણું જ જટિલ સ્વરૂપ છે જે મગજ અને કરોડરજ્જુમાં હોય છે. કોર્ડોમાનું tumour ધીમે ધીમે ગંભીર રૂપ ધારણ કરે છે અને ઘણા વર્ષો સુધી આનું કોઈ લક્ષણ જોવા નથી મળતું.

અમેરિકાના ૨૭ વર્ષના નોઆ પર્નીકોફ ૨૦૧૬ માં એક કાર અકસ્માતમાં ઘાયલ થઇ ગયો હતો. સામન્ય ઈજા મટ્યા બાદ તેના ગળામાં ખુબ જ દુખાવો થવા લાગ્યો હતો. આ પછી એક્સરે કરાવ્યો હતો. જેમાં તેના ગળામાં ઈજાની જાણ થઇ હતી. આ પછી તે જગ્યાની બાયોપ્સી કરવામાં આવી. આમાં તેના કોર્ડોમાથી પીડિત હોવાની વાત સામે આવી.

પર્નીકોફે કહ્યું કે, ‘હું ઘણો જ ખુશનસીબ છુ કે તેને ઘણી પહેલા આ વિષે જાણ મેળવી લીધી. ઘણા લોકોને આની જાણ નથી થતી અને એ જ કારણે જલ્દી ઉપચાર કરવો શક્ય નથી થતો.’ કોર્ડોમાના ઈલાજ માટે સર્જરી સૌથી વધારે સારો વિકલ્પ હોય છે પણ પોનીફોર્કના કેસમાં આ ઘણું જ મુશ્કેલ હતું. આવામાં તેની પાસે પ્રોટીન થેરેપીનો બીજો વિકલ્પ હતો.

જેવું કે અમે તમને પહેલા જણાવી ચુક્યા છીએ કે કોર્ડોમા ઘણી જ દુર્લભ બીમારી છે. આનાથી દર વર્ષે ૧૦ લાખ લોકોમાં માત્ર એક વ્યક્તિ પ્રભાવિત હોય છે. પર્નીકોફના કેસમાં કોર્ડોમાં સી-૨ કરોડરજ્જુમાં હતું. જેનો ઉપચાર પણ ઘણો જ મુશ્કેલ છે. અમેરિકાના પેનસીલ્વેનીયા યુનીવર્સીટીની હોસ્પીટલમાં ગયા વર્ષે ઓગસ્ટમાં પર્નીકોફની રોબોટ દ્વારા સર્જરી થઇ. રોબોટનો ઉપયોગ ત્રણ ચરણોમાં કરવામાં આવેલી સર્જરીના બીજા ભાગમાં કરવામાં આવ્યો.

આસીસ્ટન્ટ પ્રોફેસર નીલ મલ્હોત્રાની આગેવાનીવાળી ટીમે આ સર્જરી કરી. પર્નીકોફની સર્જરી ત્રણ પાર્ટમાં થઇ. પહેલા પાર્ટમાં ન્યુરોસર્જનના દર્દીના ગળાની પાછળના ભાગમાં ટ્યુમરની પાસે કરોડરજ્જુને કાપી દીધું. જેથી બીજા પાર્ટમાં ટ્યુમરને મોઢા માંથી નીકાળી શકાય.

પહેલા ભાગની સફળતા બાદ સર્જીકલ રોબોટ દ્વારા ડોક્ટર્સની ટીમે તેના ગળામાંથી મોઢા સુધીના ભાગને સાફ કર્યો જેથી મલ્હોત્રા ટ્યુમર અને કરોડરજ્જુના ભાગને નીકાળી શકાય. છેલ્લા ભાગમાં ટીમે પર્નીકોફના કરોડરજ્જુને તેના પહેલા સ્થાન પર ફીટ કરી દીધું. સર્જરીના ૯ મહિના બાદ પર્નીકોફ કામ પર પાછો ફરી ચુક્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY