ઇન્ડોનેશિયામાં ભુકંપના જોરદાર આંચકા, ૩૦ લોકોનાં મોત

0
1013
Indonesia Jolt With Earthquake 30 People killed

ઇન્ડોનેશિયાના સુલાવેસી દ્રીપના ડોંગગાલામાં ભૂકંપના જબરજસ્ત આંચકા અનુભવાયા છે. જેમાં અત્યાર સુધી ૩૦ લોકોના મોત થયાના સમાચાર છે. રિકટર સ્કેલ પર ભૂકંપની તીવ્રતા ૭.૫ માપવામાં આવી છે.

સમાચાર પત્ર જાકાર્તા પોસ્ટના જણાવ્યા અનુસાર ભૂકંપની તીવ્રતા એટલી જબરજસ્ત હતી કે વીજળી, વોટર સપ્લાય અને ઇન્ટરનેટ સેવા ખરાબ રીતે પ્રભાવિત થયા છે. તેમજ ડોકટરોને પણ દર્દીઓને દેખરેખમાં પરેશાની થઈ રહી છે.

મધ્ય સુલાવેસીના પાલુ સ્થિત ઉંદાતા ક્ષેત્રીય હોસ્પિટલના નિર્દેશક કોમાંગ આદી સુજેન્દ્રએ જણાવ્યું કે હોસ્પિટલમાં અત્યાર સુધી ૩૦ લોકોના માર્યા ગયાના સમાચાર છે. આ તમામ લોકોના મોત શુક્રવાર સાંજે આવેલા ભૂકંપના જબરજસ્ત આંચકાના લીધે થયા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY