ઇન્ડોનેશિયાનું જાકાર્તા જઈ રહેલું વિમાન ક્રેશ, તમામ લોકો માર્યા ગયાની આશંકા

0
1230
Indonesian plane crashes into sea near Jakarta feared To sunk

ઇન્ડોનેશિયામા એક વિમાન દુર્ઘટનામાં અનેક લોકો માર્યા ગયા હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઇન્ડોનેશિયાનું લોયન એર વિમાન સવારે જાકાર્તાથી જઈ રહ્યું હતું તે થોડી જ મીનીટોમાં ક્રેસ થઈ ગયું છે. વિમાન જેટી- ૬૧૦ જાકાર્તાથી પંગકલ પીનોંગ જઈ રહ્યું હતું. રાષ્ટ્રીય શોધ અને બચાવ એજન્સીના પ્રવક્તા યુસુફ લતીફે વિમાન ક્રેશ થવાની સત્તાવાર માહિતી આપી છે. ચેનલ ન્યુઝ એશિયા અનુસાર લોયન એર પાયલોટે પ્લેન પરત લાવવાના સિગ્નલ આપ્યા હતા. સર્ચ ઓપરેશન અધિકારીઓએ જણાવ્યું કે જાવા સમુદ્ર કિનારે વિમાનના ટુકડા નજરે પડ્યા છે.

ઇન્ડોનેશિયાના અધિકારીઓએ ક્રેશ થયેલા વિમાનના કાટમાળ શોધવા કવાયત હાથ ધરી દીધી છે. ન્યુઝ એજન્સી એએનઆઈના જણાવ્યા અનુસાર વિમાન ઉડયા બાદ ૧૩ મીનીટે પ્લેનનો રડાર સાથે સંપર્ક તૂટી ગયો હતો. જેની બાદ વિમાનનું તલાશી અભિયાન ચાલુ છે. એર ટ્રાફિક સર્વિસ અનુસાર ક્રેશ થયેલા વિમાનના મોડેલ બોઇંગ ૭૩૭ મેક્સ ૮ હતું. જાકાર્તા પોસ્ટ અનુસાર સવારે ૬.૪૫ વાગે પરિવહન સેવા અધિકારી સુયાદીને એક ટગબોટ એએસ એક રીપોર્ટ મળ્યો હતો. જેમાં ચાલકદળના સભ્યોના વિમાનનો કાટમાળ જોવા મળ્યો હતો. તેમને શંકા છે કે આ લોયન વિમાનનો કાટમાળ છે. સુયાદીએ કહ્યું કે સવારે ૭.૧૫ વાગે સભ્યોએ વિમાનનો કાટમાળ જોયો છે તે દુર્ઘટનાસ્થળની નજીક પહોંચ્યા હતા.

ઉલ્લેખનીય છે કે , એવીએશન ઉદ્યોગમાં બોઇંગ ૭૩૭ મેક્સની સૌથી વધુ માંગ છે. આ વિમાન થયેલી વિમાનની આ પ્રથમ દુર્ઘટના છે. બોઇંગ ૭૩૭ મેક્સ જેટ પ્રથમ વિમાનની શરૂઆત ૨૦૧૭માં કરી હતી. મલેશિયાની મેલીન્ડો એરને આ વિમાનની પ્રથમ ડીલીવરી મળી હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY