North Korea માં સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ પર રાજી થયા કિમ જોંગ

0
1321
North Korea commits to working toward complete denuclearization Said Kim Jong Un

સિંગાપુરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને North Korea તાનાશાહ કિમ જોંગ વચ્ચે થયેલી શિખર મંત્રતા સફળ થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. જેમાં North Korea માં સંપૂર્ણ પરમાણુ નિશસ્ત્રીકરણ માટે કિમ જોંગ રાજી થયા છે અને કહ્યું છે દુનિયા હવે મોટા બદલાવ જોશે. આ શિખર મંત્રતા બીજા અનેક સમજુતી પર કરાર કરવામાં આવ્યા છે. જો કે તેની વિગત આપવા આવી નથી.કિમે આ વાર્તાલાપ માટે એક ટ્રાન્સલેટરની મદદ લીધી હતી. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે થનારા આ ઐતીહાસીક શિખર સંમેલન પર સમગ્ર દુનિયાની નજર હતી.

Singapore Donalad Trump And Kim
સિંગાપુરમાં અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને North Korea ના કિમ જોંગ વચ્ચે થયેલી શિખર મંત્રતા બે તબક્કામાં થઈ હતી. જેમાં આ મંત્રણા બંને નેતાઓ હાથ મિલાવ્યા હતા. ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું હતું કે અમે હવે ભૂતકાળ ભૂલીને આગળ વધીશું. આ બંને નેતાઓ વચ્ચે ૫૦ મિનીટ સુધી મંત્રણા થઈ હતી. આ મંત્રતા બંને દેશોના ડેલીગેશન પણ સામેલ થયા હતા.

trump and kim 02

આ બંને નેતાઓએ સાથે લંચ કર્યું હતું અને અનેક સમજુતી પર હસ્તાક્ષર કર્યા હતા. તેમજ ટ્રમ્પએ કહ્યું હતું કે અમારી વચ્ચે ફરીથી પણ મુલાકાત થશે. તેમજ મીડિયા સવાલના જવાબમાં ટ્રમ્પએ કહ્યું કે કિમ જોંગને વ્હાઈટ હાઉસમાં પણ આમંત્રણ આપીશ. તેમજ કિમ જોંગે પણ કહ્યું કે અમે અતીતને ભૂલાવવાનો નિર્ણય કર્યો છે. જેના લીધે દુનિયા મોટા બદલાવ જોશે.

ઉલ્લેખનીય છે કે , અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાની નેતા કીમ જોંગ ઉન સોમવારે Singapore પહોંચ્યા હતા. ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોને લઈને બંને નેતાઓ વચ્ચે મંગળવારે મંત્રતા થવાની હતી. જેની પર સમગ્ર દુનિયાની નજર હતી. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને એર-ફોર્સ વન એક સૈનિક હવાઈ મથક પર ઉતર્યું હતું. એર ફોર્સ વન કેનેડાથી અહિયાં પહોંચ્યું હતું. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પએ જી-૭ દેશોની બેઠકમાં હિસ્સો લીધો હતો.

આના કેટલાંકtrump and kim 01 કલાક પૂર્વે કિમને લઈને એક વિમાન સિંગાપુર ઉતર્યું હતું. જેમાં સિંગાપુરના વિદેશ મંત્રી સાથે હાથ મિલાવ્યા બાદ કીમ એક લીમોઝીનમાં શહેરના રોડ પર નીકળ્યા હતા. લીમોઝોન પર ઉત્તર કોરિયાના બે ધ્વજ લાગેલા હતા. આ વાહનની આસપાસ કાળી ગાડીઓનો કાફલો હતો. કિમનો કાફીલો સેન્ટ રેજીસ હોટલ પહોંચ્યો હતો. કિમે સિંગાપુરના પીએમ લી સીન લુંગ સાથે મુલાકાત કરી હતી આ દરમ્યાન બંનેના ચહેરા પર મુસ્કાન હતી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY