North Korea એ અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ માઈક પેન્સને કહ્યા ‘અજ્ઞાની અને બેવકૂફ’

0
714
North Korea

North Korea એ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે શિખર વાર્તાના મુદ્દા પર ઉત્તર કોરિયાને ચેતવણી આપવા માટે અમેરિકી ઉપ-રાષ્ટ્રપતિ માઈક પેન્સને ‘અજ્ઞાની અને બેવકૂફ’ કરાર આપ્યો છે.

હકીકતમાં પેન્સે સોમવારે સંવાદાતાઓ સાથે વાતચીત દરમિયાન ઉત્તર કોરિયાઈ નેતા કીમ જોંગ ઉનને આગાહ કરતા કહ્યું હતું કે, ટ્રમ્પને અજમાવવા અને તેમની સાથે રમત રમવી ‘ભારે ભૂલ’ સાબિત થશે. તેમના આ નિવેદન પર ઉત્તર કોરિયાના વિદેશ મામલાઓની ઉપ મંત્રી ચો સન હુઈએ તેમને ‘અજ્ઞાની અને બેવકૂફ’ જણાવ્યા છે.

પેન્સે પોતાની ચેતવણીમાં એમ પણ કહ્યું હતું કે, જો કીમ જોંગ ઉન કોઈ સમજુતી નહી કરે તો ઉત્તર કોરિયાની હાલત પણ લીબિયા જેવી થઇ શકે છે જેના નેતા મુઅમ્મર ગદાફીની અમેરિકા સમર્થિત વિદ્રોહીઓએ હત્યા કરી દીધી હતી.

ચોએ આ પર એક નિવેદન બહાર પાડ્યું છે જેને સરકારી સમાચાર સમિતિએ પ્રકાશિત કર્યું છે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, ‘અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિના આ પ્રકારના અજ્ઞાનતાપૂર્ણ અને બેવકૂફી ભરેલા નિવેદનો પર હું મારા આશ્ચર્યને દબાવી ના શકો.’

તેમણે કહ્યું કે, ‘જો તેઓ અમારી સાથે નથી બેસવા ઈચ્છતા તો અમે ના તો અમેરિકાને વાત ચિત કરવા માટે વિનતી કરીશું અને ના તો તેમને મનાવવાનો કષ્ટ ઉઠાવીશું.’

વધુમાં તેમણે જણાવ્યું કે, અમેરિકા આ પ્રકારની ધમકી આપતું રહ્યું તો તે કીમને શિખર વાર્તા સદ્દ કરવાનો સુઝાવ આપશે. ઉલ્લેખનીય છે કે, બંને તરફથી થઇ રહેલી નિવેદનબાજીથી શિખર વાર્તાના ભવિષ્ય પર સંકટ વધુ ગહેરું થતું જઈ રહ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY