Pakistan માં ઇમરાનખાનની પાર્ટી ચુંટણી પરિણામોમાં આગળ, સરકાર રચે તેવી શકયતા

0
922
Pakistan Imrankhan Party Ahead In Election Result Will Form A Government

Pakistan માં બુધવારે થયેલી સામાન્ય ચુંટણીમાં સાંજે છ વાગે સુધી મતદાન ચાલ્યું હતું.મતદાન પૂર્ણ થતાની સાથે જ મત ગણતરી શરુ કરવામાં આવી હતી. જેમાં આખરી ગણતરી સુધી ઇમરાનખાનની પાર્ટી પાકિસ્તાન તહેરીકે-એ-ઇંસાફ પક્ષને મોટી સફળતા મળી છે. પીટીઆઈ સૌથી મોટા પક્ષ તરીકે સામે આવ્યો છે. ઇમરાનખાન ઇસ્લામાબાદની બેઠક પરથી ૯૩ હજાર મતથી જીત્યા હતા. જેલમાં બંધ પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફની પાર્ટી મુસ્લિમ લીગને આંચકો લાગ્યો છે. જે બીજા નંબર પર છે. જયારે ત્રીજા નંબર પર બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપી છે. આતંકી હાફીઝ સઈદની પાર્ટી અલ્લાહ- ઓ – અકબર ખાતું ના ખોલાવી શકી. હાફીઝે ૨૬૫ બેઠક પર તેમના ઉમેદવાર ઉતાર્યા હતા.

પાકિસ્તાન ચુંટણીના તાજા પરિણામ મુજબ અત્યારે ઇમરાનખાનની પાર્ટી પીટીઆઈનો ૧૧૮ બેઠક પર કબજો છે. જયારે પૂર્વ પીએમ નવાઝ શરીફની પાર્ટી પીએમએલ -એન ૧૦૦ બેઠક સુધી પહોંચવું મુશ્કેલ છે. જયારે બિલાવલ ભુટ્ટોની પાર્ટી પીપીપી ૫૦ બેઠક સુધી પણ પહોંચી શકે શકયતા નથી.

પાકિસ્તાનમાં૧૦.૫ કરોડ મતદારો છે. જેમાં પૂર્વ ક્રિકેટર ઇમરાનખાનની પીટીઆઈ, નવાઝ શરીફની પીએમએલ- એન અને બિલાવલ ભુટ્ટોની પીપીપી વચ્ચે ત્રિકોણીય જંગ ખેલાયો હતો. પાકિસ્તાનમાં કુલ ચાર પ્રાંત છે. પંજાબ, બલુચિસ્તાન, ખૈબર પખતુનખ્વા અને સિંધ. આ ચારે પ્રાંતમાં ચુંટણી યોજાઈ હતી. નેશનલ એસેમ્બલીમાં કુલ ૨૭૨ ઓપન અને ૭૦ રીઝર્વ બેઠક છે, જેમાં માત્ર ૨૭૨ બેઠક માટે જ ચુંટણી યોજાઈ રહી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY