Panama Papers : પાકિસ્તાનમાં પૂર્વ PM નવાઝ શરીફ અને પુત્રી મરિયમને ૧૦ અને ૭ વર્ષની સજા

0
363
Panama Papers Pakistan Former PM Navaz Sarif And Daughter Mariam Punish 10 And 7 Years Imprisonment

Panama Papers કેસમાં પાકિસ્તાનના પૂર્વ વડાપ્રધાન નવાઝ શરીફને ભ્રષ્ટાચારના કેસમાં પાકિસ્તાન કોર્ટે ૧૦ વર્ષની સજા ફટકારી છે. સાથે જ તેની પુત્રી મરિયમને પણ કોર્ટે ૭ વર્ષની સજા ફટકારી છે. કોર્ટે નવાઝ શરીફ પર ૭૩ કરોડ અને પુત્રી મરિયમને ૧૮ કરોડ દંડ પણ ફટકાર્યો છે. આ ચૂકાદો પાકિસ્તાનમાં 25 જુલાઇએ યોજાનારી સામાન્ય ચૂંટણીને થોડા જ સપ્તાહ પહેલા જ સંભળાવવામાં આવ્યો છે. જેના પગલે મરિયમ હવે ચુંટણી નહીં લડી શકે છે. જયારે નવાઝ શરીફના ભાઈએ કહ્યું છે કે તે આ ચુકાદા સામે ઉપરી અદાલતમાં અરજી કરશે. કોર્ટના આ નિર્ણય બાદ પાકિસ્તાનમાં રાજકારણમાં ગરમાવો આવ્યો છે. જેના પગલે વિવિધ રાજકીય સંગઠનોમાં બેઠકોનો દોર શરૂ થઇ ગયો છે. નવાઝ શરીફ અને તેના પરિવાર વિરુદ્ધ સ્વીસ બેંકમાં કાળા નાણા રાખવાની ફરિયાદ નોંધાઇ હતી. શરીફ પરિવાર વિરુદ્ધ પાકિસ્તાનમાં ભ્રષ્ટાચારના ચાર કેસ ચાલી રહ્યાં છે.

ગત વર્ષે જુલાઇમાં જ સુપ્રીમ કોર્ટ દ્વારા દોષિત સાબિત થયા બાદ નવાઝ શરીફ અને તેના પરિવારના સભ્યો વિરુદ્ધ કેસ ચાલી રહ્યાં હતા. નવાઝ શરીફ પર વડાપ્રધાનના પદ પર રહીને કાળા નાંણાને સફેદ કરી લંડનમાં કોરોડ રૂપિયાની બેનામી સંપત્તિ બનાવવાનો આરોપ છે. પનામા પેપર લીક થયા બાદ દુનિયાભરના રાજકારણી, સેલિબ્રેટી લોકોના કાળા નાણાં અંગેની માહિતી જાહેર થઇ ગઇ હતી. ભારતમાં પણ અનેક લોકોના નામ બહાર આવ્યા હતા.

ઉલ્લેખનીય છે કે , પનામા પેપર્સ કેસ મામલે પાકિસ્તાનની સુપ્રીમ કોર્ટે પાકિસ્તાની વડાપ્રધાન નવાઝ શરીફને દોષિત ઠેરવ્યા હતા. આ નિર્ણય બાદ નવાઝ શરીફ પદ પરથી હટાવી દેવામાં આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની પાંચ જજોની બેન્ચે નવાઝ શરીફ વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો. પાકિસ્તાની સુપ્રીમ કોર્ટે એનએબીને આદેશ આપ્યો હતો કે, બે સપ્તાહમાં નવાઝ શરીફ અને તેના પરિવાર વિરુદ્ધ કેસ દાખલ કરે.

આ વચ્ચે ગૃહમંત્રી ચૌધરી નિસાર અલી ખાને જણાવ્યું હતું કે, તે પનામાગેટ મામલે સુપ્રીમ કોર્ટના નિર્ણય બાદ પોતાના પદ પરથી રાજીનામું આપી દેશે અને રાજનીતિ છોડી દેશે. તેમના આ નિર્ણયથી તેમના સમર્થકો અને સત્તાપક્ષ પીએમએલ-એન સ્તબ્ધ છે.

પનામા પેપર્સમાં ખુલાસો થયો હતો કે શરીફ પરિવારના વિદેશમાં અનેક સંપત્તિ જમા કરી છે. આ આરોપોની તપાસ માટે એક સીટ બનાવવામાં આવી હતી જેણે 10,જૂલાઇના રોજ પોતાનો રિપોર્ટ કોર્ટને સોંપ્યો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું હતું કે શરીફ અને તેમના બાળકોની લાઇફસ્ટાઇલ તેમની આવક પ્રમાણે નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY