રામાયણ-મહાભારતની થીમ પર ઇન્ડોનેશિયામાં પતંગ મહોત્સવ, PM Modi એ કર્યું ઉદ્ધાટન

0
2730
PM Modi

પહેલી વખત ઇન્ડોનેશિયાના પ્રવાસે ગયેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આજે રાજધાની જાકાર્તામાં શાનદાર સ્વાગત કરવામાં આવ્યું હતું. રાષ્ટ્રપતિ ભવનમાં રાજકીય સમ્માનની સાથે ત્યાં હાજર નાના બાળકોએ હાથમાં ત્રિરંગો લઇ PM Modi નું સ્વાગત કર્યું હતું.

ત્રણ દેશોની વિદેશ યાત્રાના પહેલા પડાવમાં ઇન્ડોનેશિયા પહોંચેલા વડાપ્રધાને ઘણા કાર્યક્રમોમાં ભાગ લીધો હતો. રાષ્ટ્રપતિ જોકો વિડોડો સાથે મુલાકાત કરી હતી. અને ડેલીગેશન સ્તરની બેઠક બાદ પીએમ મોદી ‘પતંગ પ્રદર્શની’ પહોંચ્યા અને મહોત્સવનું ઉદ્ઘાટન કર્યું હતું.

આ પતંગ મહોત્સવ ઘણો ખાસ છે, આને રામાયણ-મહાભારતની થીમ પર આયોજિત કરવામાં આવ્યું છે. પતંગોને પણ તે અંદાજમાં ડીઝાઇન કરવામાં આવ્યા છે. પીએમ મોદીએ પતંગ મહોત્સવ દરમિયાન પતંગબાજી પણ કરી હતી. ઇન્ડોનેશિયાના રાષ્ટ્રપતિની સાથે પીએમ મોદીએ પતંગ ઉડાવ્યો હતો.

આ પહેલા ભારત-ઇન્ડોનેશિયાના સંયુક્ત નિવેદન દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે, આ મહાન અને સુંદર દેશની મારી પહેલી યાત્રા અને આ યાત્રાના શાનદાર આયોજન માટે રાષ્ટ્રપતિનો આભાર માનું છુ. તેમણે કહ્યું કે, બાળકોએ જે રીતે મારું સ્વાગત કર્યું તે મારા હ્રદયને સ્પર્શી ગયું.

પીએમ મોદીએ આગળ કહ્યું કે, ‘હાલમાં થયેલા આતંકી હુમલામાં ઇન્ડોનેશિયાના નિર્દોષ લોકોના મોતનું મને ઘણું જ દુઃખ છે. ભારત આ પ્રકારના હુમલાની કડક નિંદા કરે છે. આ મુશ્કેલીની ઘડીમાં ભારત ઇન્ડોનેશિયાની સાથે મજબુતીથી ઉભું છે. આતંકવાદથી લડવા માટે વિશ્વ સ્તર પર કરવામાં આવી રહેલા પ્રયત્નોમાં ગતી લાવવાની આવશ્યકતા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY