Thailand ની ગુફામાં ફસાયેલા ૧૨ ખેલાડી અને કોચને બચાવવા કવાયત તેજ

0
349
Thailand Cave 12 Football Player Rescue Full Swing

Thailand ની લુઆંગ નાંગ નોન ગુફામા ફસાયેલા ફૂટબોલ ટીમના ૧૨ યુવા ખેલાડીઓ અને કોચને બચાવવા માટે પ્રયાસને વધારી દેવામાં આવ્યા છે. આ ખેલાડીઓને બહાર કાઢવા માટે નેવી સીલ , સૈનિક અને પોલીસની આખી ટીમ ગુફામાંથી પાણી બહાર કાઢવા માટે કામ કરી રહી છે. ગુફામાં ઓક્સિજનની સપ્લાઈ બનાવી રાખવા માટે ગુફાની ૬૦૦ મીટર ચૂનાની દિવાલોમાં કાણા પાડવામાં આવશે ગુફાની દિવાલો પર ૧૦૦ થી વધારે ચીમનીઓ બનાવશે જેનાથી ગુફાની અંદર ઓક્સિજન પહોંચાડી શકાય અને પાણી ભરાય તો તેમને ઉપરથી બહાર લાવવામાં મદદ મળી શકે.

આ ઉપરાંત સર્ચ ટીમ ગુફાની અંદર જવા માટે બીજા રસ્તા પણ શોધી રહી છે. આ સિવાય બાળકોને સ્વિમિંગની ટ્રેનિંગ આપવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે. જેથી મુશ્કેલ સમયમાં તેમની બચવાની સંભાવના વધી શકે. આ રેસ્ક્યુ મિશનના પ્રમુખ નોરાંગસોક ઓસ્ટનાકોર્ને કહ્યું હતું કે જો આમ થશે તો ભારે વરસાદના કારણે ગુફામાં પાણી ભરાઈ જશે. જેનાથી ઓક્સિજન ઓછો થઈ જશે. ગુફામાં બાળકોને બચાવના ગયેલા ગોતાખોરોનો ઓક્સિજન ઓછો થતા એક કમાન્ડોનું મોત નીપજ્યું છે.

આ તમામ ૧૨ ખેલાડી અને તેના કોચ ૨૩ જુનના રોજ સાંજે ફૂટબોલનો અભ્યાસ કર્યા બાદ ગુફા જોવા માટે ગયા હતા. પરંતુ પાણી ભરાવવાના લીધે તેવો ગુફામાં ફસાયા હતા. નવ દિવસ બાદ બચાવકર્તાના એક દળે ગુફામાં ફસાયેલા ૧૨ ખેલાડી અને તેના કોચને શોધી કાઢ્યા હતા. આ દરમ્યાન આ ખેલાડીઓ અને કોચે એવી જગ્યા શોધી લીધી હતી જ્યાં તે પાણીથી સુરક્ષિત રહી શકયા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY