Thailand ની ગુફામાં ફસાયેલા આઠ ખેલાડીને બચાવાયા, બાકી પાંચને બચાવવા કામગીરી શરુ

0
2698
Thailand Cave 8 Boys Rescue Try To Rescue More 5 People Immeditely

Thailand થામલુઆંગ ગુફામાં કોચ સાથે ફસાયેલા ૧૨ યુવા ખેલાડીઓમાંથી આઠ ખેલાડીને બહાર લાવવામાં સફળતા મળી છે. જયારે આજે મંગળવારે બચાવ કામગીરીનો અંતિમ તબક્કો શરૂ કરવામાં આવ્યો છે. જેમાં ૧૯ મરજીવાએ ગુફામાં ઉતરીને બાકી રહેલા ચાર બાળકો અને કોચને બહાર કાઢવાની શરુઆત કરી છે. આ મરજીવાઓએ અત્યાર સુધી સૌથી પડકારજનક સ્થિતિમાં દિલધડક ઓપરેશન પાર પાડ્યું છે. જેમાં ૧૫ દિવસથી ફસાયેલા ૧૨ ખેલાડી અને એક કોચમાંથી ૮ ખેલાડીઓને સફળતા પૂર્વક ગુફામાંથી બહાર લાવવામાં આવ્યા છે.
Thailand
આ ઓપરેશન દરમ્યાન રવિવારે ચાર બાળકોને બચાવી લેવામાં આવ્યા હતા. જયારે સોમવારે વધુ ચાર બાળકોને હેમખેમ લવાયાં હતાં . આ બાળકોને હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવાયાં હતાં.જયારે બાકીના પાંચ લોકોને બચાવવા મંગળવારે ફરીથી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે ,આ ઓપરેશનમાં સ્થાનિક થાઈ, બ્રિટિશ, ઓસ્ટ્રેલિયન તેમજ અન્ય દેશોના બહાદુર મરજીવાઓ જોડાયા છે. તેમજ એક ખેલાડીને બચાવવા માટે ત્રણ ત્રણ મરજીવાની ટીમ બનાવવામાં આવી છે.

Thailand Cave

ઉલ્લેખનીય છે કે, Thailand ની લુઆંગ નાંગ નોન ગુફામા ફસાયેલા ફૂટબોલ ટીમના ૧૨ યુવા ખેલાડીઓ અને કોચને બચાવવા માટે પ્રયાસને વધારી દેવામાં આવ્યા હતા. આ ખેલાડીઓને બહાર કાઢવા માટે નેવી સીલ , સૈનિક અને પોલીસની આખી ટીમ ગુફામાંથી પાણી બહાર કાઢવા માટે કામ કરી રહી છે. ગુફામાં ઓક્સિજનની સપ્લાઈ બનાવી રાખવા માટે ગુફાની ૬૦૦ મીટર ચૂનાની દિવાલોમાં કાણા પાડવામાં આવશે ગુફાની દિવાલો પર ૧૦૦ થી વધારે ચીમનીઓ બનાવશે જેનાથી ગુફાની અંદર ઓક્સિજન પહોંચાડી શકાય અને પાણી ભરાય તો તેમને ઉપરથી બહાર લાવવામાં મદદ મળી શકે.

thailand 02

આ તમામ ૧૨ ખેલાડી અને તેના કોચ ૨૩ જુનના રોજ સાંજે ફૂટબોલનો અભ્યાસ કર્યા બાદ ગુફા જોવા માટે ગયા હતા. પરંતુ પાણી ભરાવવાના લીધે તેવો ગુફામાં ફસાયા હતા. નવ દિવસ બાદ બચાવકર્તાના એક દળે ગુફામાં ફસાયેલા ૧૨ ખેલાડી અને તેના કોચને શોધી કાઢ્યા હતા. આ દરમ્યાન આ ખેલાડીઓ અને કોચે એવી જગ્યા શોધી લીધી હતી જ્યાં તે પાણીથી સુરક્ષિત રહી શકયા હતા.

Click for Tiny URL

NO COMMENTS