…આ કારણે મળ્યો રેપ પીડિતા નાદિયા મુરાદ અને કોંગોના ડો. મુક્વેગેને નોબેલ શાંતિ પુરસ્કાર

0
5747
This Reason Rape Victim Nadia Murad And Anti Rape Activists Denis Mukwege Awarded Nobel Peace Prize 2018

વિશ્વના સર્વોચ્ય નોબલ શાંતિ પુરસ્કાર ૨૦૧૮ માટે નામની જાહેરાત કરવામાં આવી છે. જેમાં વર્ષ ૨૦૧૮નું નોબલ શાંતિ પુરસ્કાર આઈએસના આતંકની શિકાર બનેલી યહુદી રેપ પીડિતા નાદિયા મુરાદ અને કોંગોના ડોક્ટર મુક્વેગેનું નામ જાહેર કરવામાં આવ્યા છે. આ બંને મહાનુભાવોને વિશ્વમાં શાંતિ સ્થાપિત કરવાના પ્રયત્નો માટે પ્રસિદ્ધ એવોર્ડ માટે પસંદ કરવામાં આવ્યા છે. વર્ષ ૨૦૧૮માં મેડીસીન ક્ષેત્રમાં રનેગેટીવ ઈમ્યુન રેગ્યુલેશનના ઇનહીબીશન મારફતે કેન્સર થેરાપીના સંશોધન માટે સંયુક્તરૂપે જેમ્સ એલીશન અને તાસકુ હોન્જોને આપવામાં આવ્યો હતો.જે દુનિયાનો સૌથી પ્રતિષ્ઠિત પુરસ્કાર માનવામાં આવે છે.

આ વર્ષે સાહિત્યનો નોબેલ પારિતોષિક કોઈને પણ નહીં આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાસ્તવમાં સાંસ્કૃતિક ગતિવિધિઓ સાથે જોડાયેલા જ્યાં- કલાઉડ અર્નોલ્ટને શારીરિક શોષણમાં ફસાવવાના ઉપજેલા વિવાદના પગલે નોબલ પુરસ્કાર આપવાની એકેડમીએ આ વખતે સાહિત્યનો નોબેલ પુરસ્કારની જાહેરાત કરી નથી. છેલ્લા ૭૦ વર્ષમા પહેલીવાર એવું થયું છે કે સાહિત્યનો નોબેલ પુરસ્કાર નહીં આપવામાં આવે. જો કે દરેક વખતની જેમ આ વખતે પણ ચિકિત્સા,ભૌતિકી, રસાયણ, શાંતિ અને અર્થશાસ્ત્રનું નોબેલ પુરસ્કાર લોકોને આપવામાં આવશે. મેડિસીનના નોબેલ પુરસ્કાર બાદ લોકોની નજર શાંતિ પુરસ્કાર પર ટકી હતી. શાંતિના નોબેલ પારિતોષિકની જાહેરાત ઓસ્લોમાં થાય છે. ઉલ્લેખનીય છે કે ડાયનામાઈટના આવિષ્કાર બદલ આલ્ફ્રેડ નોબેલની યાદમાં દરવર્ષે નોબેલ પારિતોષિક આપવામાં આવે છે.

આ વર્ષે શાંતિના નોબેલ પારિતોષિક માટે કુલ ૩૩૧( ૨૧૬ લોકો અને ૧૧૫ સંગઠનો) નું નામ સ્પર્ધામાં સામેલ હતા. અત્યાર સુધી કુલ ૯૮ નોબેલ શાંતિ પુરસ્કાર આપવામાં આવ્યા છે. આ વર્ષે બુકી માર્કેટમા અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાના તાનાશાહ કીમ જોંગ- ઉનનું નામ ચાલી રહ્યું હતું.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY