Singapore પહોંચ્યા ડોનાલ્ડ ટ્રમ્પ અને કિમ જોંગ, આવતીકાલે ઐતિહાસિક શિખર સંમેલન

0
882
Trump and Kim Arrive in Singapore for Historic Summit Meeting Tommorrow

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ઉત્તર કોરિયાની નેતા કીમ જોંગ ઉન Singapore પહોંચ્યા છે. ઉત્તર કોરિયાના પરમાણુ હથિયારોને લઈને બંને નેતાઓ વચ્ચે મંગળવારે મંત્રતા થવાની છે. જેની પર સમગ્ર દુનિયાની નજર છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને લઈને એર-ફોર્સ વન એક સૈનિક હવાઈ મથક પર ઉતર્યું હતું. એર ફોર્સ વન કેનેડાથી અહિયાં પહોંચ્યું હતું. જ્યાં ડોનાલ્ડ ટ્રમ્પએ જી-૭ દેશોની બેઠકમાં હિસ્સો લીધો હતો.

આના કેટલાંક કલાક પૂર્વે કિમને લઈને એક વિમાન સિંગાપુર ઉતર્યું હતું. જેમાં સિંગાપુરના વિદેશ મંત્રી સાથે હાથ મિલાવ્યા બાદ કીમ એક લીમોઝીનમાં શહેરના રોડ પર નીકળ્યા હતા. લીમોઝોન પર ઉત્તર કોરિયાના બે ધ્વજ લાગેલા હતા. આ વાહનની આસપાસ કાળી ગાડીઓનો કાફલો હતો. કિમનો કાફીલો સેન્ટ રેજીસ હોટલ પહોંચ્યો હતો. કિમે સિંગાપુરના પીએમ લી સીન લુંગ સાથે મુલાકાત કરી હતી આ દરમ્યાન બંનેના ચહેરા પર મુસ્કાન હતી.

કિમે આ વાર્તાલાપ માટે એક ટ્રાન્સલેટરની મદદ લીધી છે. ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે થનારા આ ઐતીહાસીક શિખર સંમેલન પર સમગ્ર દુનિયાની નજર છે. જો કે આજે સિંગાપુરના પીએમ લી ને ટ્રમ્પ મુલાકાત કરશે. ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે કે અમે આશા રાખીએ છીએ કે ઉત્તર કોરિયા પરમાણુ હથિયાર છોડવાની સમજુતી પર કરાર કરશે. જો કે તેની માટે બેઠકમાં વધુ સમય પણ લાગી શકે તેમ છે.

આ અંગે નિષ્ણાતોના મતે ઉત્તર કોરિયા હાલ એવા સ્થાન પર છે જ્યાંથી તે અમેરિકા પર પરમાણુ હુમલો કરવા માટે સક્ષમ છે. તેમજ એક અનુમાન મુજબ કિમ પરમાણુ હથિયાર નહીં છોડવા પર રાજી પણ થશે. તેમજ ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચેની શત્રુતામાં રાજકારણ
પ્રવેશી રહ્યું છે.

ઉત્તર કોરિયા અને અમેરિકા વચ્ચે યોજાનારું આ પ્રથમ શિખર સંમેલન છે. ઉત્તર કોરિયા હાલ આર્થિક અને અન્ય પ્રતિબંધોનો સામનો કરી રહ્યો છે કારણ કે તેણે બેરોકટોક પોતાના પરમાણુ કાર્યક્રમને આગળ વધાર્યો છે. હાલ તો વિશ્વભરના લોકો અને મીડિયાની નજર ઉત્તર કોરિયા અને અમેરિકાની આ અતિ મહત્વના શિખર સંમેલન પર છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY