અખિલેશ યાદવે આપી ચેતવણી જો ભાજપ ફરી સત્તામાં આવશે તો લોકતંત્ર ખત્મ થઈ જશે

0
1420
Akhilesh Yadav Warn People If Bjp Once Again Come In Power Democracy Not Alive

ઉત્તર પ્રદેશના પૂર્વ સીએમ અખિલેશ યાદવે દેશની જનતાને ચેતવણી આપી છે કે જો દેશમાં આગામી સમયમાં યોજાનારી લોકસભા ચુંટણીમાં જો ભાજપને હરાવવામાં સફળતા નહીં મળે તો દેશમાં સૌને પકોડા વેચવા પડશે. તેમણે ભાજપ પર હુમલો કરતા જણાવ્યું કે ભાજપના રાજના લોકતંત્ર પર ગંભીર ખતરો ઉભો થયો છે. હવે દેશને જાતિવાદ અને સાંપ્રદાયિકતાની આગમાં ઝોકવામાં આવી રહ્યો છે. કેન્દ્ર સરકાર દલિતો વિરોધી કાર્ય કરી રહી છે. કેન્દ્ર સરકાર દલિતના હિતમાં કામ નથી કરી રહી. સામાજિક ન્યાય સાઈકલ યાત્રાને ઇટાવાથી નવી દિલ્હી રવાના કરતા આ વાત કરી હતી. તેમણે કહ્યું કે ભાજપને હવે કોઈપણ રીતે સત્તામાં આવતા રોકવાની જરૂર છે. જો ભાજપ ફરી એકવાર સત્તામાં આવી જશે તો દેશનું લોકતંત્ર સમાપ્ત થઈ જશે.

તેમણે વધુમાં કહ્યુ કે ભાજપવાળાએ ગંગામાતાને પણ દગો આપ્યો છે. જ્યાં સુધી સહાયક નદીઓની સફાઈ નહી થાય ત્યાં સુધી ગંગાની સફાઈ અશક્ય છે. આ ઉપરાંત ભાજપના રાજમાં જેટલી પણ ભર્તી થઈ તેના પેપર લીક થયા છે. આવું બીજી કોઈ સરકારમાં થયું નથી. ભાજપ સરકારે દલિતો અને પછાત જાતિની નોકરીઓ છીનવી છે. આજે રાજયમાં બેરોજગારીમાં વધારો થયો છે. ખેડૂતોને તેમના પાકના યોગ્ય ભાવ મળતા નથી.

તેમણે કહ્યું કે ચુંટણી આવી રહી છે અને જાતિ આધારિત ગણતરી શરૂ કરવામાં આવી છે. તેમજ તમામને આધાર સાથે જોડી દેવામાં આવે જેનાથી પણ જાતીની ગણતરી આસાન રહેશે. સમાજવાદી લોકો વિકાસની વાત કરે છે જયારે ભાજપ જયા ગરનાળું હોય ત્યાંથી ગેસ કાઢીને પકોડા તળવાનું કહે છે. અમે એક્સપ્રેસ વે ૨૨ મહિનામાં

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY