Anna Hazare મોદી સરકાર વિરુદ્ધ લોકપાલ મુદ્દે ફરી આંદોલન કરશે

0
1592
Anna Hazare will launch hunger strike from October 2 against Modi Government.

કેન્દ્રની Modi સરકારની કામગીરી પર નારાજગી વ્યક્ત કરતા સામાજિક કાર્યકર અન્ના હજારે ૨ ઓક્ટોબર મહાત્મા ગાંધી જન્મદિવસથી લોકપાલ વિરુદ્ધ ફરી એક વાર અનસન શરૂ કરશે. આ વખતે અન્ના હજારે મહારાષ્ટ્રના તેમના વતન રાલેગન સિદ્ધીમાં જ અનસન પર બેસશે.તેમજ તેમણે લોકોને કરપ્શન મુક્ત ભારત માટે આ અનસન આંદોલનમાં જોડાવવા માટે અપીલ પણ કરી છે.

આ ઉપરાંત મોદી સરકાર આક્રમક પ્રહાર કરતા અન્ના હજારેએ જણાવ્યું હતું કે આ સરકારને ભ્રષ્ટાચાર નાબુદ કરવાની કોઈ જ ઈચ્છાશકિત નથી. જેના લીધે તે લોકપાલ નિયુકિત મારે વાંરવાર બહાના કરે છે.

લોકપાલ ચળવળના ચહેરા અન્ના હજારેએ ૨૦૧૧માં ૧૨ દિવસ સુધી ભૂખ હડતાળ કરીને તત્કાલીન સરકારને હચમચાવી મુકી હતી. ત્યારબાદ તેઓએ દેશભરમાં અભૂતપૂર્વ લોકપ્રિયતા હાંસલ કરી હતી. જેના લીધે યુપીએ સરકારે તે વખતે લોકપાલ બિલ પસાર કર્યું હતું. સુપ્રિમ કોર્ટે આ સપ્તાહની શરૂઆતમાં જ લોકપાલ માટે સર્ચ કમિટીના સભ્યોની નિમણૂંક અંગે કેન્દ્ર સરકારના જવાબને લઈને નારાજગી વ્યક્ત કરી હતી.

કેન્દ્ર સરકારે સુપ્રિમ કોર્ટમાં કહ્યું હતું કે લોકપાલ પસંદગી કમિટીનું નેતૃત્વ વડાપ્રધાન દ્વારા કરવામાં આવી રહ્યું છે. આ કમિટી ભ્રષ્ટાચાર વિરોધી ઝુંબેશને લઈને નામની પેનલની ભલામણ માટે તૈયાર કરી રહી છે. સરકારે કહ્યું હતું કે આ સર્ચ પેનલ દ્વારા તેની રૂપરેખા તૈયાર કરવામાં આવશે. કમિટીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઉપરાંત ભારતના ચીફ જસ્ટીસ, લોકસભાના અધ્યક્ષ, સૌથી મોટી વિપક્ષી પાર્ટીના નેતા અને એક જાણીતા ન્યાયશાસ્ત્રીનો સમાવેશ કરવામાં આવ્યો છે.

સુપ્રિમ કોર્ટે ગયા વર્ષના ચુકાદામાં કહ્યું હતું કે સૂચિત સુધારા સુધી લોકપાલ એક્ટને અમલી નહીં કરવાની બાબત યોગ્ય ગણી શકાય નહીં. અણ્ણા હજારને આંદોલનને લઈને વિતેલા વર્ષોમાં લોકોએ સારો પ્રતિસાદ આપ્યો હતો. જેના ભાગરૂપે આ વખતે પણ અણ્ણા ઓક્ટોબરમાં ચોક્કસપણે ચર્ચા જગાવે તેમ માનવામાં આવે છે. લોકપાલ માટે અન્નાએ ભૂખ હડતાળની જાહેરાત કરીને મોટી સમસ્યા સર્જવાનો સંકેત આપી દીધો છે.

ઉલ્લેખનીય છે કે, યુપીએ સરકારે જાન્યુઆરી ૨૦૧૪માં લોકપાલ બિલને મંજુરી આપી હતી. જેની બાદ મોદી સરકાર સત્તામાં આવી છે પરંતુ છેલ્લા ચાર વર્ષથી અલગ અલગ બહાના હેઠળ લોકપાલની નિયુક્તિ કરવામાં આવી નથી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY