અસમમાં ભાજપ ઓફીસમાં તોડફોડ, નાગરિકતા સંશોધન વિધેયકને લઈને લોકોમાં આક્રોશ

0
864
Assam Attack On Bjp Office Destroy Furniture And Fire Egafy Of Pm Modi People Are Angry

અસમમાં ભાજપ વિરુદ્ધ લોકોનો આક્રોશ વધી રહ્યો છે. જેમાં નાગરિકતા સંશોધન વિધેયક ૨૦૧૬ને લઈને એક જૂથ ભારે વિરોધ કરી રહ્યું છે. જેમાં પ્રદર્શનકારીઓના એક સમુહે ભાજપ કાર્યાલયમાં તોડફોડ કરી હતી. પોલીસે આપેલી જાણકારી મુજબ ઓઈકયા સેના અસમથી જોડાયેલા પ્રદર્શનકારીઓ ગુરુવારે રાત્રે પલાસવાડી વિસ્તારના કાર્યાલયમાં તોડફોડ કરી હતી. પોલીસે કહ્યું કે પ્રદર્શનકારીઓએ વડાપ્રધાન મોદી અને અસમના મુખ્યમંત્રી સર્વાનંદ સોનોવાલેના પુતળા પર સળગાવ્યા હતા. ભારતીય જનતા પાર્ટીના નેતૃત્વવાળા એનડીએ વિરુદ્ધ નારેબાજી કરતા રાષ્ટ્રીય રાજમાર્ગને પણ જામ કરી દીધો હતો. પોલીસ તેની બાદ પ્રદર્શનકારીઓની ધરપકડ કરી હતી.

અસમમાં એનડીએ વિરોધ ત્યારથી વિરોધ થઈ રહ્યો છે. જયારથી કેન્દ્રીય મંત્રીમંડળે આ વિધેયકને મંજુર કર્યું હતું. આ નાગરિકતા અધિનિયમ ૧૯૫૫ના સુધારો કર્યો છે. જેમાં અફધાનીસ્તાન, બાંગ્લાદેશ અને પાકિસ્તાનના ગેરકાયદે હિંદુઓ, શીખો, બોદ્ધો, જૈનો, પારસીયો અને ઈસાઈઓ ને ભારતની નાગરિકતા મળશે. જેના પગલે અસમ ગણ પરિષદે ભાજપ સાથે તેનું જોડાણ તોડી દીધું છે અને તેના ત્રણ મંત્રીઓએ સરકારમાંથી રાજીનામું આપી દીધું છે. જેના પગલે હાલમાં અસમમાં આ મુદ્દે રાજકીય ધમાસાણ સાથે હિસા પર ભડકી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY