૨૦૧૯ લોકસભા ચુંટણી પૂર્વે થશે અયોધ્યામા રામમંદિરનું નિર્માણ : રામવિલાસ વેદાંતી

0
122
Ayodhaya Rammandir Construction Will Begin Before 2019 Loksabha Election Said Ramvilas Vedanti

લોકસભા ચુંટણી નજીક આવતા જ રામમંદિરનો મુદ્દો એક વાર ફરી ઉછળવા લાગ્યો છે. રામમંદિર નિર્માણને લઈને નિવેદન તેજ થઈ ગયા છે. આની વચ્ચે રામજન્મભૂમિ ન્યાસના કાર્યકારી અધ્યક્ષ અને પૂર્વ ભાજપ સાંસદ વિલાસ વેદાંતીએ કહ્યું છે કે અયોધ્યામા રામમંદિર નિર્માણની સમસ્યાનું સમાધાન થઈ ચુક્યું છે. તેમજ વર્ષ ૨૦૧૯માં લોકસભા ચુંટણી પૂર્વે રામમંદિરનું નિર્માણ શરૂ થઈ જશે. તેની જ રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે.

વેદાંતીએ સાફ કર્યું છે કે કોર્ટનો નિર્ણય જો સમયસર આવે તો પણ મંદિરનું નિર્માણ થશે અને જો નહીં આવે તો પણ અહિયાં મંદિર બનશે. અયોધ્યા રામલ્લાનું મંદિર અને ખુદાના નામની મસ્જીદ બનશે. કોઈપણ લુંટારા, ભગોડા અને જલ્લાદ શાસકના નામ પર કોઈ મસ્જીદ બનશે. આ બંને સમુદાયના લોકોએ સહમતિ બનાવી લીધી છે.

રામ વિલાસ વેદાંતીએ કહ્યું કે વિપક્ષનું મહાગઠબંધન સંપૂર્ણ રીતે નિષ્ફળ રહ્યું છે અને ભાજપ ૨૦૧૯માં પ્રચંડ બહુમતથી ફરી એકવાર જીતીને આવશે. નરેન્દ્ર મોદી ફરી એકવાર
વડાપ્રધાન બનશે. તેમણે કહ્યું કે મોંધવારીને કોઈ દુર કરી શકે તેમ નથી પરંતુ તેની પર નિયંત્રણ કરી શકાય તેમ છે. તેમજ અમને વિશ્વાસ છે કે લોકસભા ચુંટણી પૂર્વે કેન્દ્ર સરકાર મોંધવારી પર નિયંત્રણ લાવશે. નરેન્દ્ર મોદીના રાજમાં દેશનો વિકાસ થઈ રહ્યો છે. હિંદુ મુસ્લિમોએ નરેન્દ્ર મોદીને ફરી એકવાર પીએમની ખુરશી પર બેસાડવાનો નિર્ણય લીધો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY