જેલમુક્ત થતા જ ‘રાવણે’ આપી ભાજપને ઉખેડી ફેંકવાની ધમકી

0
1984
Bhim Army Chief Ravan Give Threat To Bjp Give Defeat In Election

રાષ્ટ્રીય સુરક્ષા કાયદો (રાસુકા) અંતર્ગત ઉત્તર પ્રદેશ જેલમાં સજા ભોગવી રહેલા ભીમ આર્મીના પ્રમુખ ચંદ્રશેખર આઝાદ ઉર્ફે રાવણ ને ગત રાતે જેલમુક્ત કરવામાં આવ્યા છે. મે ૨૦૧૭માં સહારનપુરમાં જાતીય હિંસા ફેલાવવાના આરોપસર તેમને રાસુકા અંતર્ગત જેલમાં મોકલવામાં આવ્યા હતા. જો કે સજા પૂર્ણ થવાના બે મહિના પૂર્વે જ સીએમ યોગીના આદેશ પર તેમને છોડી મુકવામાં આવ્યા હતા.

જે વખતે રાવણ જેલમુક્ત કરવામાં આવ્યા હતા તે સમયે જેલ બહાર મોટી સંખ્યામાં તેમના સમર્થકો મોટી સંખ્યામાં હાજર હતા. તેમજ તેમણે ભારે નારેબાજી પણ કરી હતી . જેની તરત બાદ રાવણે મોદી સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે ભાજપ સરકારને ઉખેડીને ફેંકી દઈશું. રાવણના સમર્થકોએ જણાવ્યું કે આ અમારી માટે મોટી બાબત છે. તેમજ આ અમારા સમાજ અને સમર્થકો માટે ગર્વની બાબત છે. આ બંધારણની જીત છે. બાબા સાહેબ ની જીત છે.

જેલની બહાર આવતા જ રાવણે ભડકાઉ ભાષણ આપવાની શરુ કરી હતી . તેમણે કહ્યું કે જે બહુજન સમાજ સાથે રમત રમશે તેની સાથે બકરા જેવો વ્યવહાર કરવામાં આવશે. જેમને અમારું સન્માન ના ગમ્યું તેમણે નીતિ બનાવીને અમને દુર રાખ્યા છે. તેમને લાગ્યુ કે મારો જુસ્સો તૂટી જશે. પરંતુ લોકો હવે રાવણનો અસલી સ્વરૂપ જોશે. ચંદ્રશેખરે કહ્યું કે મારું લક્ષ્ય નીક્ક્મી સરકારને ઉખાડી ફેંકવાનો છે. અમે કોઈ જાતી કે સમાજ વિરુદ્ધ આંદોલન નથી કરી રહ્યા. અમે લોકતંત્રમાં જીવી રહ્યા છે તેથી અપમાન સહન નહીં કરી શકીએ.

રાવણે કહ્યું કે આ દેશ અમારો છે અને કોઈ અમને અમારી ઓળખ પૂછે તેવો સમય નથી આવ્યો.લોકતંત્ર હજુ પણ જીવિત છે. જેલમુક્ત થયા બાદ રાવણે કહ્યું કે અમારું સન્માન ના થવું જોઈએ જ્યા સુધી ભાજપને જડમૂળથી ના ઉખાડીએ. રાવણે કહ્યું કે ભીમ આર્મી બહુજન સમાજ છે અને એક બિનરાજકીય સંગઠન છે. અમે સમાજ માટે સંપૂર્ણ કામ કરીશું અને રાજનીતિના પગ નહીં મુકીએ.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY