ભાજપ અને મુફ્તી સરકાર Kathua ગેંગરેપ મુદ્દે લોકોને ભ્રમિત કરે છે : ઓમર અબ્દુલ્લા

0
662
Bjp And Mufti Government Mislead People On Kathua Gangrape Case Allage Omar Abdullah

ભાજપના ધારાસભ્ય રાજીવ જસરોટીયાને કેબીનેટમાં સામેલ કરવા પર રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાએ સરકારની આકરી ટીકા કરી છે. Kathua ગેંગરેપના આરોપીના સમર્થનની રેલીમાં સામેલ થવા બદલ બે મંત્રીઓએ રાજીનામાં આપ્યા તે જ રેલીના આયોજકને મંત્રી બનાવવામાં આવ્યા છે. તેમજ ભાજપ અને મુફ્તી સરકાર કઠુઆ ગેંગરેપ મુદ્દે લોકોને ભ્રમિત કરી રહી છે. આ અંગે ટ્વીટ કરીને ઓમર અબ્દુલ્લાએ ટ્વીટ કરીને આક્રોશ વ્યક્ત કર્યો હતો.

kathua

જમ્મુ કાશ્મીર સરકારમાં કેબીનેટ વિસ્તરણમાં Kathua ના ભાજપના ધારાસભ્ય રાજીવ જસરોટીયાને સામેલ કરવામાં આવ્યા છે. રાજીવ જસરોટીયા એ જ ધારાસભ્ય છે જેમણે કઠુઆ ગેંગરેપના આરોપીઓના સમર્થનમાં રેલીનું આયોજન કર્યું હતું. તેમ છતાં ભાજપે તેમને મંત્રીમંડળ પર સામેલ કરવા પર અનેક પ્રશ્નાર્થ ઉભા થયા છે. જો કે આ રેલીમાં સામેલ થવા પર ભાજપના બે મંત્રી લાલ સિંહ અને ચંદ્રપ્રકાશ ગંગાએ આ મહિનાની શરૂઆતમાં મહેબુબા મંત્રીમંડળમાંથી રાજીનામું આપી દીધાં હતા. આ રેલીમાં ભાજપ ધારાસભ્યોના નિવેદન બાદ ભાજપ અનેક ટીકાઓનો સામનો કરવો પડ્યો હતો.
Kathua Gangrape

ઉલ્લેખનીય છે કે, જમ્મુના Kathua માં ૮ વર્ષની બાળકીનું અપહરણ કરી બળાત્કાર કરીને હત્યા કરવાના કેસમાં હવે રાજકારણ ગરમાવા લાગ્યું હતું. પોલીસ ચાર્જશીટ મુજબ બાળકીનું અપહરણ કરીને ધાર્મિક સ્થળ પર રાખવામાં આવી હતી.ત્યાર બાદ તેને નશો આપીને વાંરવાર બળાત્કાર કરવામાં આવ્યો હતો. રેપ બાદ પહેલાં બાળકીનું ગળું દબાવવામાં આવ્યું હતું.પછી માથા પર પથ્થર મારવામાં આવ્યો હતો. આ ઘટનામાં એક પોલીસકર્મી દીપક પણ સામેલ હતો. ચાર્જશીટ મુજબ આરોપીએ કેસને દબાવવા માટે સ્થાનિક પોલીસને નાણા આપ્યા હતા.

Kashmir
ક્રાઈમ બ્રાંચે તેની ચાર્જશીટ કરીને અદાલત પહોંચી તો વકીલોએ તેનો વિરોધ કર્યો હતો અને આરોપીને બચાવવાની કોશિષ કરી હતી. જેમાં જમ્મુ કાશ્મીર પોલીસે ૪૦ વકીલો વિરુદ્ધ કામકાજના રુકાવટ બદલ એફઆઈઆર દાખલ કરી છે.

protest

બાળકી સાથેના રેપ અને હત્યાના કેસમાં અત્યાર સુધી ૮ લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં બે સ્પેશિયલ પોલીસ ઓફિસર, એક હેડ કોન્સ્ટેબલ, એક સબ ઈન્સ્પેક્ટર અને કઠુઆ નિવાસી અને એક સગીર વયનો યુવક પણ સામેલ છે.આ અંગે કઠુઆ કોર્ટમાં કેસની સુનવણી ચાલી રહી છે જેની આગામી સુનવણી ૭ મે ના રોજ યોજાવવાની છે. આ દરમ્યાન બાળકી આસિફાના પિતાએ સુપ્રિમ કોર્ટમાં આ કેસની સુનવણી રાજ્ય બહાર કરવાની અરજી કરી હતી. જો કે સુપ્રિમ કોર્ટે આ અંગે હાલ કોઈ પણ નિર્ણય આપવાનો ટાળ્યો હતો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY