ભાજપના કેન્દ્રીય મંત્રીએ કરી આ ભૂલ , રાહુલ ગાંધીએ શેયર કરી કલીપ

0
327
Nitin Gadakari Accept Bjp Made False Promises To Win 2014 Election

દેશભરમાં મોટા અને ખોટા વાયદા સાથે સત્તામાં આવેલી મોદી સરકારની પોલ ખુદ તેમના જ મંત્રીએ ખોલી નાંખી છે. જેમાં કેન્દ્રીય પરિવહન મંત્રી નીતિન ગડકરીએ એક ઈન્ટરવ્યુમા રીયાલીટી શોમાં કહ્યું હતું કે સત્તામાં આવવા માટે વર્ષ ૨૦૧૪માં ચુંટણીમાં જુઠ્ઠા વાયદા કર્યા હતા.નીતિન ગડકરીએ મરાઠી ટીવી ચેનલ કલર્સના રિયાલીટી શો માં કહ્યું કે તેમના પક્ષને વિશ્વાસ નથી તે સત્તામાં આવશે. શો કલર્સ ટીવી ૪ અને પ ઓકટોબરના રોજ પ્રસારિત થયો હતો. આ શોની કલીપ ઝડપથી સોશીયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. જેમાં ગડકરી અને બોલીવુડ એકટર નાના પાટેકર ચર્ચા કરી રહ્યા હતા. જયારે કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આ કિલપ શેયર પણ કરી છે.

ભાજપના પૂર્વ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું હતું કે અમને આશા નહોતી કે અમે સત્તામાં આવીશું. તેથી સલાહ આપવામાં આવી હતી કે જનતાને મોટા મોટા વાયદા કરો. તેથી હવે અમે જયારે સત્તામાં આવ્યા ત્યારે લોકો અમને વાયદા યાદ કરાવે છે કે અમે હસીને આગળ વધી જઈએ છીએ.

રિયાલીટી શો ના એપિસોડના પ્રથમ ભાગ – પોલીટીક્સ મીટ્સ સિનેમા’ માં ૪ ઓક્ટોબરના રોજ પ્રસારિત થયો હતો. જેનો બીજો ભાગ કોમિક બેટર બીટમીન એન્ડ નીતિન પાંચ ઓકટોબરના રોજ રીલીઝ થયો હતો.

આ વિડીયો કલીપને કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ શેયર કરી હતી અને કહ્યું હતું કે સાચું કહ્યું કે, જનતા પણ આમ જ વિચારે છે. તેમજ સરકારે લોકોના સપના અને તેમના ભરોસોને લોભનો શિકાર બનાવ્યા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY