મોદી સરકાર તમામ મોરચે નિષ્ફળ, શહેરોનું નામકરણ મતદારોને આકર્ષવા લોલીપોપ: શિવસેના

0
904
Bjp Changing Name Of Cities Agenda Lolipop For Voters Allage Shivsena

ઉત્તર પ્રદેશમાં સીએમ યોગી દ્વારા સતત શહેરોના નામ બદલવાના કાર્યને શિવસેનાએ ચુંટણી એજન્ડા ગણાવ્યો છે. શિવસેનાએ ભાજપ પર આક્ષેપ મુક્યો કે આ સરકાર તમામ મોરચે નિષ્ફળ નીવડી છે તેમજ તેના પરથી લોકોનું ધ્યાન ભટકાવવા માટે આ પ્રકારના કામ કરે છે. લોકસભા ચુંટણી પૂર્વે નામ બદલવા મતદારોને આકર્ષવા લોલીપોપ છે.

શિવસેનાએ તેના મુખપત્ર સામનામાં લખ્યું છે કે સરકાર પોતની નિષ્ફળતા છુપાવવા માટે અયોધ્યા કાર્ડ રમી રહી છે. તેમાં લખ્યું છે કે યોગી આદિત્યનાથે જાહેરાત કરી કે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા બનાવવામાં આવશે તેમજ ફૈઝાબાદનું નામ બદલીને અયોધ્યા કરી દેવામાં આવ્યું છે. આ પૂર્વે ઇલ્હાબાદનું નામ બદલીને પ્રયાગરાજ કરી દેવામાં આવ્યું છે. પરંતુ દેશના હજારો શહીદ કારસેવકોની માંગ રામમંદિર હતું તેની પ્રતિમા ન હતી.

ઉલ્લેખનીય છે કે, ઉત્તર પ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે સત્તાવાર રીતે એલાન કર્યું છે કે અયોધ્યામાં ભગવાન રામની પ્રતિમા બનાવવામાં આવશે. તેમજ યોગી સરકારે આ વચ્ચે અનેક શહેરોમા નામ બદલી દીધા છે. જેના લીધે હવે ઉત્તર પ્રદેશમાં ભાજપના અનેક ધારાસભ્ય શહેરોના નામ બદલવાની માંગ કરી રહ્યા છે. જેમાં ક્યારેય આગ્રાનું નામ અગ્રવાલ તો મુઝફ્ફરનગરનું નામ લક્ષ્મીનગર કરવાની માંગ ઉઠી રહી છે.

ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ દિવાળીના દિવસે ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી વિશાળકાય પ્રતિમા બનાવવાની જાહેરાત કરી છે. ભગવાન રામની આ પ્રતિમા માટે ૩૩૦ કરોડ રૂપિયાનો ખર્ચ કરવામાં આવશે સીએમ યોગી દિવાળીની સાંજે સરયુ કિનારે ભગવાન રામની ૧૫૧ મીટર ઉંચી પ્રતિમા બનાવવાની જાહેરાત કરી છે. જેની સાથે જ ફૈઝાબાદ જીલ્લાનું નામ પણ બદલીને અયોધ્યા કરી નાંખવામાં આવ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY