ભાજપના દલિત મહિલા સાંસદે કહ્યું દેશ બંધારણથી ચાલે છે દેવી દેવતાઓથી નહીં

0
900
Bjp MP Attack On Modi Government Said Country Run On Manusmruti

ભાજપમાંથી રાજીનામું આપી ચુકેલા યુપીના સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ કેન્દ્ર અને રાજય સરકાર આક્રમક પ્રહારો કર્યા છે. તેમને હવે ભગવાન પર નિવેદન કરીને સરકારને આડે હાથે લીધી છે. તેમણે કહ્યું છે કે દેશ ભગવાનથી નહીં પરંતુ બંધારણથી ચાલે છે. તેમજ જો ૩૩ કરોડ દેવી દેવતામાં શકિત હોત તો ભારત પછાત ના હોત. જયારે દેશનો પછાત અને દલિત વર્ગ સરકાર પાસે નોકરી માંગે છે ત્યારે રાજ્ય સરકાર મંદિરની વાત કરીને મુદ્દાને બીજા માર્ગે લઈ જાય છે.

આ ઉપરાંત સાંસદ સાવિત્રીબાઈ ફૂલેએ પોતાના હક્ક અને અધિકાર માટે દેશનો દલિત અને પછાત વર્ષ એકજૂથ થઈ ચુક્યો છે. કેન્દ્ર સરકાર પર નિશાન સાંધતા તેમણે કહ્યું દેશ સતત પછાત થઈ રહ્યો છે. સરકાર મંદિર પર રાજનીતિ કરે છે. જયારે મંદિરથી દેશ નથી ચાલતો દેશ બંધારણથી ચાલે છે. ભારતને ૩૩ કરોડ દેવી દેવતાઓનો દેશ કહેવામાં આવે છે પરંતુ ભગવાનમાં શકિત હોત તો ભારત પછાત ના રહેત.

સાંસદે કહ્યું કે મંદિરથી બહુજન, દલિત, આદિવાસીઓનું ભેટ નથી ભરતું. ભગવાનના શકિત હોત લોકો ભૂખ્યા ના ઉંધી જાત. પરંતુ હવે પોતાના અધિકાર માટે બહુજન આગળ આવી ચુક્યો છે. તેવા સમયે મંદિરની રાજનીતિ નહીં ચાલે. સુપ્રિમકોર્ટે પણ લોકતંત્ર પર ખતરો બતાવ્યો છે. આ વસ્તુ એ તરફ ઈશારો કરે છે કે દેશમાં અસમાનતા છે દેશ બંધારણ મુજબ નહીં પરંતુ મનુસ્મૃતિ મુજબ ચાલી રહ્યો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY