ભાજપની સાથે જનાર સ્વચ્છ થઈ જાય છે જયારે વિરોધીને CBI નામનો પોપટ પરેશાન કરે છે: RJD

0
4707
BJP Gets Cleaned Up When the Opponent Harms a Parrot Named CBI: RJD

દિલ્હી: ચારા કૌભાંડમાં રાંચીની સીબી કોર્ટની વિશેષ અદાલતે RJD (આરજેડી) પ્રમુખ લાલુ પ્રસાદ યાદવને દોષિત ઠરાવ્યા છે.
શનિવારે સાંજે ૩:૫૦ કલાકે સીબીઆઈ જજ શિવપાલસિંહે જગન્નાથ મિશ્ર સહિત સાત આરોપીને અદાલતે ચારા કૌભાંડમાંથી નિર્દોષ જાહેર કર્યા છે, જયારે લાલુ પ્રસાદ યાદવને દોષિત ગણાવ્યા છે.

લાલુ પ્રસાદ યાદવને દોષિત ગણાવાયા પછી રાષ્ટ્રીય જનતાદળ (આરજેડી)ના પ્રવક્તા મનોજ ઝાએ પ્રેસ કોન્ફરન્સ કરીને બીજેપી અને સીબીઆઈ ઉપર કેટલાય આરોપ લગાવ્યા હતા.

મનોજ ઝાએ કહ્યું છે કે, ‘અમને ન્યાયિક વ્યવસ્થા ઉપર સંપૂર્ણ ભરોસો છે, સીબીઆઈ પિંજરાનો પોપટ છે. જે ભાજપની સાથે નથી જતા તેને પરેશાન કરે છે.

અમે જાણીએ છીએ આ પોપટની ઉંમર કેટલી છે, તેણે એક દિવસ ઝૂકવું પડશે. આપણા જે ‘ન ખાઈશ ન ખાવા દઈશ’ વાળા (મોદીજી) છે, ‘કેટલાકને ખાવા દઈશ અને કેટલાકને ખાવાવાળા બનાવી દઈશ’ની નીતિ અપનાવી રહ્યા છે.

સૃજન કૌભાંડ કરનારા વ્યક્તિ મુખ્યમંત્રી બની જાય છે અને નાણામંત્રી પણ. પરંતુ સાહેબની નજર તે તરફ નહીં જાય, કારણ કે જે મુખ્યમંત્રી (નીતિશ કુમાર) છે, તે નતમસ્તક છે. તેઓ ૧૧૦૦ કરોડના વોશિંગ મશીનમાં ધોવાય ગયેલા છે.’

મનોજ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, આ મુલ્કમાં પહેલી વખત એવું થઈ રહ્યું છે કે, જે વ્યક્તિએ આ કૌભાંડ અંગે એલર્ટ કર્યા, તેને જ ઘેરી લેવામાં આવ્યા.

આ કૌભાંડ અંગે ૧૯૯૬માં લાલુ પ્રસાદ યાદવે જ એફઆઈઆર નોધાવી હતી, પરંતુ જયારે તેમનાથી રાજકીય રીતે લડી ના શકાયું તો તેને ઘેરી લેવામાં આવ્યા.

મનોજ ઝાએ કહ્યું છે કે, કમાલની વાત છે… તેરા નિઝામ હૈ, સિલ દે જુબાન શાયર કી. આવું એટલા માટે કરવામાં આવ્યું છે, કારણ કે, તમે લોકો લાલુ યાદવની રાજનીતિક રીતે સામનો કરી શકતા નથી. એટલા માટે તેમને આવી રીતે ખતમ કરવાની સાજિશ રચવામાં આવી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY