ભાજપ પંડિત દિનદયાળ ઉપાધ્યાયના સિદ્ધાંતોને ભૂલી ગયું છે : Kanu Kalasariya

0
2051
BJP has forgotten Pandit Dindayal Upadhyay Principal Said Kanu Kalasariya

ગુજરાતમાં ભાજપના પૂર્વ ધારાસભ્ય Kanu Kalasariya એ કોંગ્રેસના જોડાયા બાદ ભાજપ પર આકરા પ્રહાર શરૂ કર્યા છે. દિલ્હીમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી સાથે મુલાકાત કર્યા બાદ અમદાવાદ એરપોર્ટ પર સમર્થકો તેમનું સ્વાગત કર્યું હતું. આ પ્રસંગે બોલતા કનુ કલસરિયાએ જણાવ્યું હતું કે ભાજપની નીતિ ખેડૂત વિરોધી છે. ભાજપ પંડિત દિન દયાળના સિધ્ધાંતોને ભૂલી ગઇ છે.

આ ઉપરાંત કનુ કલસરિયાએ જણાવ્યું હતું કે ભવિષ્યમાં કોંગ્રેસ એક મોટા વિકલ્પ તરીકે માત્ર ગુજરાતમાં જ નહીં પરંતુ દેશભરમાં ઉભરી આવશે કોંગ્રેસને કાર્ય કરવાની એક શ્રેષ્ઠ પાર્ટી તરીકે મે સ્વીકારી છે. ભાજપ સરકાર હંમેશાથી ખેડૂત વિરોધી રહી છે તે જે મને નીરમાંના આંદોલનથી જ અનુભવાયુ હતું જેના લીધે મે ભાજપથી દુર રહેવાનું પસંદ કર્યું હતું. આ સમયે પણ કોંગ્રેસે જ ખેડૂતોને મદદ કરી હતી.

દેશભરમાં લોકસભાની ચુંટણીને લઈને રાજકીય પક્ષો નેતાઓનું આવાગમન શરુ થયું છે. જેમાં Gujarat માં અઠવાડિયા પૂર્વે કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળિયા ભાજપમાં જોડાયા હતા અને તે જ દિવસે ભાજપના પૂર્વ ધારાસભ્ય ભોળાભાઈ ગોહિલ કોંગ્રેસના જોડાયા હતા. આ જ ક્રમમાં આગળ કોંગ્રેસે ગુજરાતમા માસ્ટર સ્ટ્રોક મારતા ભાજપથી નારાજ મહુવાના પૂર્વ ધારાસભ્ય અને લોકસેવક કનુ કલસરિયાને કોંગ્રેસ પક્ષમાં આવકાર્યા છે. કનુ કલસરિયા બુધવારે મોડી સાંજે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને દિલ્હી ખાતે મળ્યા હતા અને વિધિવત રીતે કોંગ્રેસનો ખેસ પહેરીને કોંગ્રેસના જોડાયા. કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ તેમને આવકાર્યા હતા. આ પ્રસંગે તેમની સાથે કોંગ્રેસના ગુજરાતના પ્રભારી રાજીવ સાતવ પણ હાજર રહ્યાં હતા.

કનુભાઈ કલસરિયાને સામાન્ય રીતે ખેડૂત નેતા કહેવામાં આવે છે અને ભાવનગરના નીરમાં સિમેન્ટ પ્લાન્ટને લઈને લોકોની લડાઈમાં તેમણે નેતુત્વ કર્યું હતું તેમજ ભાજપ સામે આંદોલન પણ કર્યું હતું. ભાજપના ભૂતપૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા આમ આદમી પાર્ટી છોડી ચુક્યા હતા ત્યારે સકારાત્મક સંદેશ આપવા માટે કોંગ્રેસે પક્ષમાં જોડાયા છે.

ઉલ્લેખનીય છે કે રાહુલ ગાંધી ૧૬-૧૭ જૂલાઈએ ગુજરાતના મેથળા બંધરાની મુલાકાતે આવી રહ્યાં છે. રાહુલ ગાંધી મેથળા બંધારા ખાતે ખેડૂતો સાથે ચર્ચા કરશે. ત્યારે ભાવનગર પંથકમાં આવતા અગાઉ ભાવનગર જીલ્લાના આ મોટા નેતાને કોંગ્રેસમાં જોડીને રાજકીય સમીકરણો બદલાયા છે. લોકપ્રશ્નોએ સક્રિય તેવા કનુભાઈ કલસરિયા કોંગ્રેસમાં જોડાશે તેવા બે દિવસથી અટકળો ચાલી રહી હતી.

ભાજપે વર્ષ ૨૦૦૭ માં પ્રતિષ્ઠિત ચહેરો હોવાને કારણે કનુભાઈ કલસરિયાને મહુવા વિધાનસભાથી ટીકીટ આપી હતી. જો કે પછી લોક પ્રશ્નોની લડત આપવા તેઓ પોતાની જ સરકાર સામે પડ્યા હતા અને બાદમાં ૨૦૧૨ અને ૨૦૧૭ ની ચૂંટણીમાં અપક્ષ લડ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY