ભાજપ કર્ણાટકમાં અમારો અવાજ દબાવવાનો નિરર્થક પ્રયાસ કરી રહી છે : Jignesh Mevani

0
3275
Bjp One more attempt to silence our voice In Karnataka Allage Jignesh Mevani

Karnataka માં ૧૨ મે ના રોજ યોજાનારી વિધાનસભા ચુંટણી માટે પ્રચાર યુદ્ધ અંતિમ તબક્કા છે. તેવા સમયે ફરી એક વાર ગુજરાતના ધારાસભ્ય અને દલિત નેતા Jignesh Mevani અને ફિલ્મ અભિનેતા પ્રકાશ રાજને પોલીસે સભા કરતા અટકાવ્યા હતા. જેને લઈને જીગ્નેશ મેવાણીએ આક્રોશ વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું છે કે મને અને પ્રકાશરાજને ચિતામેંગલોરમાં સભા કરતા કર્ણાટકમાં ભાજપની પોલીસે અમને અટકાવ્યા છે. પરંતુ તેમ છતાં નાગરિકો ભાજપને ઓળખી ગયા છે. આ ઉપરાંત ભાજપ સામાન્ય લોકોનો અવાજ હંમેશા દબાવતી આવે છે. તેમજ અમે પણ યુવાનો અને શોષિતના મુદ્દા ઉઠાવીએ છીએ તે તેમને ગમતું નથી.

જો કે તેમ છતાં સભા કરતા પોલીસે જીગ્નેશ મેવાણી અને અભિનેતા પ્રકાશ રાજ પર ગુરુવારે ભારતીય ફોજદારી ધારા હેઠળ કેસ દાખલ કર્યો હતો. જેમાં પોલીસે આઈપીસીની કલમ ૧૪૩, ૧૪૭, ૩૪૧ અને ૧૮૮ , ૧૪૯ અને કર્ણાટક પોલીસ એકટની કલમ ૨ અને ૧૩ મુજબ ગેરકાયદેસર ભેગા થવું અને રાયોટીંગનો ગુનો નોધ્યો છે.

આ પૂર્વે પણ ગુજરાતના વડગામના ધારાસભ્ય અને દલિત નેતા Jignesh Mevani વિરુદ્ધ પીએમ વિરુદ્ધ લોકોને ઉશ્કેરવાનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો. આ કેસ બેંગ્લોરથી ૨૦૦ કીલોમીટર દુર આવેલા ચિત્રદુર્ગમાં એક કાર્યક્રમમાં પીએમ મોદી વિરુદ્ધ કથિત નિવેદન કરવા બદલ પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. જેમાં ચિત્રદુર્ગ વિધાનસભામાં ક્ષેત્ર માટે ચુંટણી ડયુટી બજાવી રહેલા વિજીલન્સ ટીમના અધિકારી ટી. જયંતે ફરિયાદ કરતા પોલીસે કેસ નોંધ્યો છે. પોતાની ફરિયાદમાં જયંતે આરોપે લગાવ્યો હતો કે મેવાણીએ શુક્રવાર સાંજે એક જનસભામાં પીએમ મોદી વિરુદ્ધ ટીપ્પણી કરી હતી.

જેના આધારે પોલીસે આઈપીસીની કલમ ૧૫૩,૧૮૮, ૧૧૭ અને ૩૪ અંતર્ગત કેસ દાખલ કરવામાં આવ્યો છે. જેમાં એફઆઈઆરમાં એમ કહેતા ટાંકવામાં આવ્યા છે કે ” આજે યુવાનોની ભૂમિકા મહત્વપૂર્ણ છે. જયારે ૧૫ એપ્રિલના રોજ પીએમ મોદી જનસભાને સંબોધિત કરવા બેંગ્લોર પહોંચે ત્યારે તમે ભીડમાં સાથે મળીને ખુરશી ઉછાળજો અને જનસભાને બાધિત કરજો.

૧૨ મેના રોજ યોજાનારી વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને પીએમ મોદી શહેરમાં એક રેલીને સંબોધિત કરવાના છે. મેવાણી વિરુદ્ધ આ રેલીમા બાધા ઉભી કરવા અને લોકોને ઉશ્કેરવાનો અંગે પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. આ રેલીમાં મેવાણીએ કહ્યું કે તમે તેમને પૂછો કે તેમ દરવર્ષે ૨ કરોડ રોજગાર આપવાની વાત કરી હતી. અને જો જવાબ ના આપી શકે તો તમે તેમને હિમાલય જઈને આરામ કરવાની કે રામ મંદિરમાં ઘંટી વગાડવા માટે ક્હો.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY