આ ત્રણ રાજયોમાં સત્તાથી બહાર ફેંકાશે ભાજપ, કોંગ્રેસને મળશે સત્તા : ઓપિનિયન પોલ

0
1591
BJP Throw Away From Power Of Three States Congress Back In Power Reveal In Opinion Poll Result

દેશમાં પાંચ રાજયોની ચુંટણીઓની જાહેરાતને લોકસભા ચુંટણીની સેમીફાઈનલ ગણવામાં આવી રહી છે. તેવા સમયે આ પાંચ રાજ્યોમાંથી મહત્વના ગણાતા ત્રણ રાજયોના સામે આવેલા ઓપિનિયન પોલના પરિણામ મુજબ ત્રણે રાજયોમાં ભાજપનો સફાયો અને કોંગ્રેસની જીતનું અનુમાન કરવામાં આવી રહ્યું છે. સી-વોટર અને એબીપીના ઓપીનીયન પોલ મુજબ ભાજપ ત્રણે રાજ્યોમાં સત્તા ગુમાવી રહી છે. તેમજ મોદી લહેરની કોઈ જ અસર જોવા નહીં મળે તેમજ ત્રણે રાજ્યોમાં કોંગ્રેસની જીત નક્કી માનવામાં આવી રહી છે.

આ ઓપીનયન પોલના આંકડા મુજબ મધ્યપ્રદેશમાં કુલ ૨૩૦ વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ ૧૨૨ અને ભાજપ ૧૦૮ બેઠકો પર જીત હાંસલ થશે. જે દર્શાવે છે કે કોંગ્રેસ ફરી એક વાર સત્તા માં આવશે અને ભાજપ સત્તા ગુમાવશે.

તેવી જ રીતે હાલ ભાજપ શાસિત છત્તીસગઢમા કુલ ૯૦ વિધાનસભા બેઠક છે જેમાં કોંગ્રેસ ૪૭ બેઠકો ,ભાજપ ૪૦ બેઠકો, અને અન્ય ત્રણ બેઠકો પર જીત મેળવશે, જેના લીધે આ રાજ્યમાં કોંગ્રેસનો પંજો જીતશે અને ભાજપનું કમલ મુરઝાશે.

જયારે સૌથી મોટા ફેરફારની વાત કરીએ તો ભાજપ રાજસ્થાન પણ પોતાનો જનઆધાર ગુમાવી રહ્યો છે. જેમાં રાજસ્થાન વિધાનસભાની કુલ ૨૦૦ બેઠકોમાંથી કોંગ્રેસ ૧૪૨ બેઠકો, ભાજપ માત્ર ૫૬ અને અન્ય ૨ સીટ મેળવી રહ્યા છે. એટલે કે ભાજપ સત્તાથી દુર ફેંકાઈ જશે.

જયારે આ ઉપરાંત અન્ય બે રાજ્યો મિઝોરમ અને તેલંગાનામાં ભાજપ ત્યાં રેસમાં જ નથી. આ રાજ્યોમાં મોટાભાગે સ્થાનિક પક્ષો અને કોંગ્રેસનું મજબુત વર્ચસ્વ જોવા મળી રહ્યું છે. આમ પાંચ રાજ્યોની યોજાનારી ચુંટણીમાં ભાજપ મોટા ગણાતા ત્રણ રાજ્યોમાં સત્તા ગુમાવે તેવી શક્યતા ઓપીનીયન પોલમાં દર્શાવવામાં આવી રહી છે.જેના લીધે અત્યારથી ભાજપની ઉંધ ઉડાવી દીધી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY