ગોવામાં નેતુત્વ પરિવર્તનની શકયતા, સીએમ મનોહર પરિકર એઈમ્સમાં દાખલ

0
720
Bjp Will Change Leadership In Goa Manohar Parrikar Admited In AIMS

ભાજપ હાઈકમાન્ડ ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરની લાંબા સમયથી ચાલી રહેલી નાદુરસ્ત તબિયતના પગલે રાજયના નેતુત્વ પરિવર્તન કરી શકે છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ ગોવામા પક્ષની પેચીદી સ્થિતિના પગલે પાર્ટી સંગઠન મહાસચિવ રામ લાલને મોકલી શકે છે. ગોવામાં માર્ચ ૨૦૧૭માં વિધાનસભા ચુંટણીમાં બહુમત ન મળતા પણ સરકાર બબનાવી હતી. તે સમયે મનોહર પરિકર કેન્દ્રીય મંત્રી હતા. તેની બાદ તેમને મુખ્યમંત્રી બનાવવામાં આવ્યા હતા. મુખ્યમંત્રી મનોહર પરિકર સાથે બે મંત્રી પાંડુરંગ મુદઈકર અને ફ્રાંસીસ ડિસોઝા પણ અસ્વસ્થ છે.

જયારે ગોવાના મુખ્યમંત્રી મનોહર પરિકરને શનિવારે દિલ્હીમાં એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા છે. આ પૂર્વે પરિકરે શુક્રવારે વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ સાથે ટેલીફોન પર વાતચીત કરી હતી.

છેલ્લા કેટલાક મહિનાથી બીમાર ચાલી રહેલા મુખ્યમંત્રી મનોહર પરિકરને સારવાર માટે એઈમ્સમાં ભરતી કરાવવામાં આવ્યા છે. પૂર્વ રક્ષામંત્રી છેલ્લા ઘણા સમયથી બીમાર છે. તે થોડા દિવસ પૂર્વે અમેરિકામાં સારવાર કરાવીને આવ્યા છે. તબિયત બગડતા તેમને ગુરુવારે કેન્ડોલીમમાં એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ૬૨ વર્ષના પરિકર પેટની બીમારીથી પીડિત છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY