માલ્યાને દેશ છોડી ભાગવા માટે સીબીઆઈના એ.કે. શર્માએ આપ્યો સેફ કોર્નર : રાહુલ ગાંધી

0
698
CBI A K Sharma allowing Mallya to escape Allage CP Rahul Gandhi

દેશની બેંકોને કરોડો રૂપિયાનો ચૂનો લગાવીને ભારત છોડી વિદેશ ભાગી જનારા વિજય માલ્યાની નાણામંત્રી અરુણ જેટલી જોડે મુલાકાતને લઈને વિવાદ શમ્યો નથી. તેવા સમયે સીબીઆઈએ પણ વિજય માલ્યાની ડીટેઈન નોટીસને માત્ર ઇન્ફોર્મ નોટીસમાં બદલી દીધી હતી. આ અંગે સીબીઆઈને ખુલાસો કર્યો હતો. જો કે તેની બાદ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ વિજય માલ્યાને વિદેશ ભગાડવામાં સીબીઆઈએ કરેલી મદદ પર સતત પ્રહાર કરવાની શરૂઆત કરી છે.

જેમાં રાહુલ ગાંધીએ આજે ટ્વીટ કરીને ફરી એકવાર સીબીઆઈ પર નિશાન તાક્યું છે. જેમાં તેમણે કહ્યું છે કે વિજય માલ્યાને દેશ છોડી ભાગવા માટે ગુજરાત કેડરના આઈપીએસ અધિકારીએ આપ્યો સેફ કોર્નર આપ્યો હતો. રાહુલ ગાંધીએ લખ્યું છે કે સીબીઆઈના જોઈન્ટ ડિરેક્ટર એ.કે. શર્મા એ વિજય માલ્યાની લુકઆઉટ નોટીસને નબળી પાડી હતી અને માલ્યાને ભાગવામાં મદદ કરી હતી. એ.કે.શર્મા ગુજરાત કેડરના ઓફિસર છે. તેમજ સીબીઆઈમાં તે પીએમ મોદીના ખાસ નીમાયેલા અધિકારી છે. આ જ અધિકારી નિરવ મોદી અને મેહુલ ચોકસીના વિદેશ ભાગવાના કેસમાં સામેલ છે. રાહુલ ગાંધીએ તેની તપાસ અંગે સવાલ પણ ખડા કર્યા છે.

ઉલ્લેખનીય છે કે, કેન્દ્રીય નાણામંત્રી અરુણ જેટલી અને વિજય માલ્યાની મુલાકાતને લઈને કોંગ્રેસ આક્ર્મક વલણ અપનાવી રહી છે. જે સંદર્ભે આજે દિલ્હીમાં મેટ્રો સ્ટેશન પર યુથ કોંગ્રેસે દેખાવો કરીને નાણામંત્રી અરુણ જેટલીના રાજનામાની માંગ કરી હતી. જયારે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ભાગેડુ વિજય માલ્યાને લઈને પીએમ મોદી પર પ્રહાર કર્યા હતા.

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું કે ‘ સીબીઆઈએ મૌન સાથે ડીટેઈન નોટીસને માત્ર ઇન્ફોર્મ નોટીસમાં બદલી દીધી હતી. જેના લીધે માલ્યા દેશ છોડીને વિદેશ ભાગી ગયો. સીબીઆઈ સીધી રીતે પીએમ મોદીને રીપોર્ટ કરે છે. તેવા સમયે એ સમજમાં નથી આવતું કે આ વિવાદિત મેટરમાં પીએમ મોદીની મંજુરી વિના લુકઆઉટ નોટીસ વિના કેવી રીતે જાહેર કરવામાં આવી

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY