કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ મોદી સરકારની મુશ્કેલીઓ વધારી

0
116
Central Minister Nitin Gadakari Increase Modi Government Problem This Way

મોદી સરકારમા કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે દેશની સમસ્યાઓ સૌથી મોટી સમસ્યા બેરોજગારી છે. તેમણે કહ્યું કે રોજગાર અને નોકરીઓ વચ્ચે અંતર હોય છે. તેમણે નાગપુર ફોર્ચ્યુન ફાઉનડેશન દ્વારા આયોજિત યુવા સશકિતકરણ સંમેલનને સંબોધિત કરતા જણાવ્યું હતું કે આ બાબત વિચારવાની છે કે દેશના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં રોજગારના અવસર કેવી રીતે ઉભા કરી શકાય.

રોજગાર સર્જન માટે ગડકરીએ કહ્યું કે’ બેરોજગારીની સમસ્યા દુર કરવા દરેકને નોકરી મળી શકે તેમ નથી કારણ કે રોજગાર અને નોકરી વચ્ચે અંતર છે. નોકરીઓની મર્યાદા છે. તેથી જ કોઈપણ સરકાર માટે નાણાકીય નીતિનો મુખ્ય મુદ્દો રોજગારી સર્જન છે.

તેમણે કહ્યું કે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ અને હું નાગપુરથી છીએ. અમે વિદર્ભમાં ૫૦,૦૦૦ લોકોને રોજગાર અપાવવાનો નિર્ણય કર્યો છે. જે મુજબ અંદાજે ૨૭,૦૦૦ યુવકોને અલગ રીતે રોજગાર મળી ચુક્યો છે અને આગામી વર્ષે આ આંકડો ૫૦ હજારને પાર થશે.

ઉલ્લેખનીય છે કે, નીતિન ગડકરીએ પોતાનું મંતવ્ય રજુ કરવા માટે જાણીતા છે. આ પૂર્વે દેશના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુના વખાણ કર્યા હતા. તેમજ તેમણે કહ્યું કે ‘
તેમજ આગળ કહ્યું હતું કે આ દેશનો દરેક વ્યક્તિ એક પ્રશ્ન છે એક સમસ્યા છે.

આ દરમ્યાન ગડકરીએ કહ્યું મને તેમની આ વાત ખુબ જ પસંદ છે. હું એટલું કરી શકું છું કે દેશમાં સામે કોઈ સમસ્યા ના રહે મારી સાથે કોઈએ અન્યાય કર્યો હશે પરંતુ તે કોઈની સાથે કયારેય અન્યાય કર્યો નથી. નીતિન ગડકરીએ હંમેશા પોતાના નિવેદનોથી વિવાદમા રહ્યાં છે. હાલમાં જ તેમણે કહ્યું હતું કે એક ટ્રાન્સજેન્ડર પણ બાળક થઈ જશે પરંતુ મહારાષ્ટ્રના સાંગલી જીલ્લામાં એક સિંચાઈ યોજના કયારેય પૂર્ણ નહીં થઈ શકે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY