…તો આ કારણે છત્તીસગઢમાં ભાજપના મુખ્યમંત્રી રમણસિંહની બેઠક પર ઉભો થયો ખતરો

0
938
Chhattisgarh CM Raman Singh Face Problem On His Own Assembly Seat For This Reason

છત્તીસગઢમાં ભાજપના મુખ્યમંત્રી રમણસિંહ આ વખતે સતત ચોથી વાર ભાજપને સત્તા અપાવવા નિષ્ફળ સાબિત થશે તેવા સંકેતો મળી રહ્યા છે. કારણ કે આ વખતે મુખ્યમંત્રી રમણસિંહને પોતાની બેઠક જીતવી પણ મુશ્કેલ બને તેવા સ્થિતિ ઉભી થઈ છે. છત્તીસગઢમાં ભાજપના મુખ્યમંત્રી રમણસિંહ વિરુદ્ધ આ વખતે કોંગ્રેસની રણનીતિ સફળ નીવડે તેમ લાગી રહ્યું છે. જેમાં કોંગ્રેસે આ વખતે અત્યાર સુધી નિર્વિવાદ રહેલા અટલ બિહારી વાજપેયીની ભત્રીજી કરુણા શુક્લાને મેદાનમાં ઉતાર્યા છે. તેમજ વર્ષ ૨૦૧૩માં ભાજપે જે રીતે કરુણા શુક્લાની ઉપેક્ષા કરી હતી તે રીતે હવે તે તેમની માટે વર્ષ ૨૦૧૮માં અને ત્યારબાદ લોકસભા ચુંટણી ૨૦૧૯માં ભાજપને મુશ્કેલ મૂકી શકે તેમ છે.

પૂર્વ લોકસભા સભ્ય રહેલા કરુણા શુક્લાએ સતત ઉપેક્ષાના પગલે વર્ષ ૨૦૧૩માં ભાજપ પક્ષમાંથી રાજીનામું આપી દીધું હતું. તે વર્ષ ૨૦૧૪માં બિલાસપુર બેઠક પરથી કોંગ્રેસની ટીકીટ પર લખન લાલ સાહુ વિરુદ્ધ લોકસભા ચુંટણી લડ્યા હતા. જો કે તે હારી ગયા હતા. તેમજ તેના લીધે તેમનો ભાજપ વિરુદ્ધ આક્રોશ વધી ગયો છે અને તે આ ચુંટણીમાં સામે આવશે.

પહેલા માનવામાં આવતું હતું કે કરુણા શુક્લાની લડાઈ રાજનાંદગાવ માત્ર પ્રતીકાત્મક હશે. પરંતુ હવે મંગળ સેના પુરા જોરશોરથી તેમનો સાથ આપવાનો નિર્ણય લીધો છે. જેના લીધે હવે રમણસિંહની મુશ્કેલીઓ વધી રહી છે. મંગલ સેનાના સંયોજક અમરેશ મિશ્રાએ તેમના તમામ કાર્યકતાઓને રાજનાંદગાંવમાં રમણસિંહ વિરુદ્ધ પ્રચાર માટે બોલાવ્યા હતા. જેના લીધે કોંગ્રેસના સંગઠનને પણ બળ મળશે.

મંગલસેના યુપી વિંધાનસભા પરિસરમાં મંગલ પાંડેની પ્રતિમા લગાવવાની માંગ કરી રહી છે. તેમજ તે ભાજપના ફાંસીવાદી વિચારધારાની નીતિઓનો ખુલીને વિરોધ કરે છે. તેમને બ્રાહ્મણોનું સમર્થન પણ મળ્યું છે. તેમજ ભાજપથી નારાજ તમામ જૂથ તેમની સાથે છે. તેમજ જો સબંધની વાત કરીએ તો કરુણા શુક્લાનો ભત્રીજો અમરેશ મિશ્રા જ મંગળ સેનાના સંયોજક છે અને તેમના સમર્થકોની સંખ્યા મોટી સંખ્યામાં છે.

જ્યારે હવે મુખ્યમંત્રી રમણસિંહની તકલીફ એ છે કે કરુણા શુકલાને લીધે હવે તેમને વધુમાં વધુ સમય તેમને પોતાની બેઠક રાજનાંદગાંવ પર આપવું પડશે જેના લીધે બાકી પ્રદેશમાં તે ઓછો સમય આપી શકશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY