રાફેલ ડીલ અંગે મોદી સરકારને કોંગ્રેસે પૂછયા આ વેધક સવાલો

0
2742
Congress Ask This Contravorsial Question To Modi Government About Rafale Deal

કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ સંરક્ષણ સોદા એવા Rafale ડીલ જેમાં ભાજપ સરકારે ફ્રાંસ પાસેથી ૩૬ લડાકુ વિમાન ખરીદયા છે તેમાં ભ્રષ્ટ્રાચાર કર્યો હોવાનો આક્ષેપ મુક્યો છે. ભાજપે લડાકુ વિમાનની ખરીદીમાં ગેરરીતી કરી છે તેવો આક્ષેપ કોંગ્રેસે કર્યો છે. રક્ષા સોદામાં રાષ્ટ્રીય હિતને દરકિનાર કરીને ભાજપે માનીતા ઉદ્યોગપતિને ફાયદો અપાવ્યો છે.

આ પૂર્વે કોંગ્રેસે મોદી સરકાર પર રાફેલ સોદામાં સંપૂર્ણ રીતે બદલાવ કરીને રાષ્ટ્રહિતને નુકશાન કરીને સરકારી તિજોરીને નુકશાન પહોંચાડવાનો આરોપ મુક્યો હતો. તેમણે સવાલ કર્યો કે પેરીસમાં રાફેલ વિમાનોના ખરીદીની જાહેરાત પૂર્વે તેમણે સુરક્ષા મામલે કેબીનેટની મંજુરી લીધી હતી.

Rafale વિમાન મુદ્દે કથિત અનિયમિતતાને લઈને મોદી સરકાર પર સતત હુમલા કરતા કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે લડાકુ વિમાન સંદર્ભે રીલાયન્સ ડીફેન્સ અને રિલાયન્સ એરોસ્ટ્રકચર લીમીટેડ કંપનીને કુલ ૧.૩૦,૦૦૦ કરોડ રૂપિયાનો કોન્ટ્રાકટ મળ્યો છે. કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એ આક્ષેપ કર્યો હતો કે રક્ષા મંત્રી નિર્મલા સીતારમણે પણ સંસદમાં ખોટી માહિતી આપી હતી.

સુરજેવાલાએ કેટલાંક દસ્તાવેજોને સામે રાખતા કહ્યું કે રાફેલ સોદામાં સામે આવી રહેલી હકીકત પીએમ મોદી અને રક્ષામંત્રીની જુઠાણા સામે લાવી છે. કલ્ચર ઓફ “ક્રોની કેપેટલીઝમ” મોદી સરકારનું ડીએનએ બની ગયું છે. આ સૌદામાં સરકારી ખજાનાને નુકશાન પહોંચાડ્યું હોવાની ગંધ પણ આવી રહી છે.તેમણે આક્ષેપ કર્યો કે ફ્રાંસ સાથે ૩૬ રાફેલ વિમાન ખરીદવાનો સૌદા સાથે જોડાયેલો કોન્ટ્રાક્ટ સરકારી કંપની હિંદુસ્તાન એરોનોટિકસ લિમીટેડને લઈને રિલાયન્સ ડીફેન્સને આપી દેવામાં આવ્યો હતો. જે કંપની આ ડીલના ૧૨ દિવસ પહેલાં જ અસ્તિત્વમાં આવી હતી. જેની પાસે વિમાન બનાવવાનો કોઈ અનુભવ ન હતો.

જો કે આ અંગે કોંગ્રેસે કેટલાક વેધક સવાલો પણ કર્યા છે.

1. કોંગ્રેસ ૧૨૬ ફાઈટર પ્લેનની ૫૪,૦૦૦ કરોડમાં ખરીદી રહી હતી… એટલે કે એક પ્લેન 428 કરોડનું
…મોદીએ ૩૬ પ્લેન ખરીદ્યા ૫૮,૦૦૦ કરોડ માં એટલે કે એક પ્લેન ૧૫૫૫ કરોડ માં !!!

2. પહેલા ૧૨૬ માંથી ૧૦૮ પ્લેન ભારતમાં બનવાના હતા…હવે કદાચ બધા વિદેશમાં બનીને આવશે…કેમ?

3. રક્ષા સોદામાં સવાલ કરવો દેશદ્રોહ છે…૧૯૮૪માં ભાજપે શુ કર્યું હતું. હવે દેશદ્રોહ થઈ ગયો?

4. આઝાદ ભારતમાં સેનાએ ક્યારેય કોઈ રક્ષા સોદાને લઈને પ્રેસ કોન્ફરસન નહોતી કરી…સેના શુ CAG છે જે સરકારને સર્ટિફિકેટ આપી રહી છે?

5. હિંદુસ્તાન એરોનોટિક્સ એટલે HAL ની સાથે રાફેલ ટેકનોલોજી ટ્રાન્સફર રદ્દ કેમ થયો?આનાથી HAL ને લગભગ ૨૫,૦૦૦ કરોડનું નુકશાન થયું.

6. રક્ષા ઉપકરણ બનાવામાં HAL ના અનુભવના મુકાબલે અંબાણી ગૃપની શું વિશેષતા છે?

7. અંબાણી ગ્રુપને આ સોદાથી લગભગ ૨૧,૦૦૦ કરોડ રૂપિયાનો સીધો ફાયદો થયો છે…બીજા પણ ઈનડાયરેક્ટ ફાયદા થશે…

8. રક્ષા મંત્રી ચહેરા પર અજીબોગરીબ ભાવ લાવીને કહી રહી છે કે મોદીની ઈમાનદારી પર સવાલ કરવો જ ખોટો છે…

9. આઝાદ ભારતના ઇતિહાસમાં આજસુધી કોઈપણ PM એ વિદેશમાં જઈને કોઈપણ રક્ષા સોદાની ઘોષણા નથી કરી… આ પ્રોટોકોલ છે… કોણે મોદીને મજબુર કર્યા આ કામ કરવા માટે?

10. અમેરિકાના સૌથી આધુનિક યુદ્ધ વિમાન ની કિંમત પણ ૧૫૦૦ કરોડ નથી …રાફેલ તો ૧૫ વર્ષ જૂના ફાઇટર પ્લેન છે…

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY