Amit Shah ના પુત્ર જય શાહની કંપની પર કોંગ્રેસે ઉઠાવ્યા આ સવાલ

0
1196
Congress Ask Question Over Bjp President Amit Shah Son Jay Shah Company

ભાજપ અધ્યક્ષ Amit Shah ના પુત્ર જય શાહની કંપની કુસુમ ફીનસર્વને લઈને કોંગ્રેસે સવાલ ઉઠાવ્યા છે. આ અંગે સવાલ ઉઠાવતા કોંગ્રેસના વરિષ્ઠ નેતા જયરામ રમેશે કહ્યું કે મોદી સરકારે શેલની કંપનીઓને તો બંધ કરી દીધી છે. પરંતુ અમિત શાહના પુત્રની કંપનીઓ હજુ સુધી ચાલે છે. જયરામ રમેશે કહ્યું કે ૬ કરોડની કિંમત ધરાવતી કુસુમ ફિનસર્વને અલગ અલગ બેંકોમાંથી ૯૫ કરોડ રૂપિયાની સવલતો મળેલી છે. કંપનીએ દેવું લેતા વખતે બે બે જમીન ગીરવે મૂકી છે. તેના માલિક જય શાહ નહીં પરંતુ અમિત શાહ છે.

કોંગ્રેસ નેતાએ કહ્યું કે દરેક કંપનીએ દર વર્ષે સરકારને રીપોર્ટ મોકલવાનો છે. આજે પણ વર્ષ ૨૦૧૬-૧૭ રીપોર્ટ હજુ રજુ કરવામાં આવ્યો નથી. જે કાનુન વિરુદ્ધ છે. આ અપરાધને લાયક કાર્યવાહી છે.

જયરામ રમેશે જણાવ્યું કે કુસુમ ફિનસર્વ એક નાંણાકીય વ્યાપાર કરે છે જેને ઉર્જા મંત્રાલયની સંસ્થા ઈરડાએ ગત વર્ષે રતલામમાં વાયુ ઉર્જા માટે અંદાજે ૧૦ કરોડ રૂપિયા ઉધાર આપ્યા હતા. સવાલ એ છે કે ઈરડાએ ક્યાં આધાર પર આ નાણા આપ્યા છે. ઈરડાના નિયમો અનુસાર એક વ્યકિતને ૫ કરોડથી વધારેની સહાય આપવામાં આવતી નથી. પરંતુ તેમ છતાં કુસુમ ફિનસર્વને સાડા ૧૦ કરોડ રૂપિયાની સહાય આપવામાં આવી છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY