કોંગ્રેસનો પીએમ મોદી પર પલટવાર, કહ્યું પરિકર જાણે છે રાફેલનું રાજ

0
91
Congress Attack On PM Modi Said Parrikar Know Secret Of Rafale Deal

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યુ બાદ મંગળવારે પલટવાર કરતા કોંગ્રેસે સંસદ ભવનના મીડિયા સ્ટેન્ડ પર પ્રેસ કોન્ફરન્સ કરી હતી. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ રાફેલ મુદ્દે મોટો ખુલાસો કર્યો હતો. તેમણે કહ્યું કે રાફેલ મુદ્દે ગોવાના સીએમ મનોહર પરિકર તમામ બાબત જાણે છે. આ અંગે તેમણે ગોવાના ધારાસભ્ય અને કેબીનેટ મંત્રી વિશ્વજીત રાણેની ઓડિયો કલીપમાં તે સ્પષ્ટ થાય છે. ઓડિયો કલીપમાં રાણેએ આ બાબતની પૃષ્ટિ કરી હતી કે રાફેલ વિષે પરિકર બધું જ જાણે છે. પરિકર પાસે રાફેલથી જોડાયેલી તમામ ફાઈલો પડી છે. આ ફાઈલોને કેમ છુપાવવામાં આવી રહી છે.

આ ઉપરાંત સુરજેવાલાએ કહ્યું કે ‘ કોઈ બીજાએ નહીં ભાજપના ધારાસભ્ય વિશ્વજીત રાણેની ઓડિયો કલીપમાં રાફેલ અંગેની માહિતી મળે છે. તેવામાં પીએમ મોદી અને તેમની સરકારને આનાથી વધારે સાક્ષીની શું જરૂર છે. જો રાફેલ સૌદામાં થયેલા ગોટાળાથી પડદો ઉઠાવવો હોય તો જેપીસીની રચના એક માત્ર જ ઉપાય છે. જેપીસીની રચના વિના આ ગોટાળાનો પર્દાફાર્શ શકય નથી.

આ પૂર્વે વડાપ્રધાન મોદીએ ઇન્ટરવ્યુમાં કહ્યું હતું કે કોંગ્રેસ કડીઓ જોડીને રાફેલના સાક્ષી ઉભા કરી રહી છે કે કેવી રીતે રાફેલમાં ગોટાળા થયા છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY