પીએમ મોદીના મસ્જીદ જવા પર કોંગ્રેસનો કટાક્ષ, એવું તો શું થયું કે ખુદા યાદ આવ્યા

0
1185
Congress Attack PM Modi After Visit Masjid In Indore Ask Why Khuda Remember

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઇન્દોરમાં સૈફી મસ્જીદમાં દાઉદી વ્હોરા સમાજના એક ધાર્મિક કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમની સાથે મધ્યપ્રદેશના સીએમ શિવરાજસિંહ ચૌહાણ પણ હાજર રહ્યા હતા. પીએમ મોદીના મસ્જીદગમનની દાઉદી વ્હોરા સમાજે વખાણ કર્યા હતા. જયારે રાજકીય રીતે તેને ભાજપની સોફ્ટ સેકયુલરીઝમની ઈમેજ સાથે જોડીને જોવામાં આવે છે.

આ દરમ્યાન વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે મારો વ્હોરા સમાજ સાથે જૂનો નાતો છે. આ સમાજે દેશ માટે જીવતા શીખ્યું છે. આને કોંગ્રેસને વોટબેંકની રાજનીતિ ગણાવી છે. તેમજ કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ કહ્યું કે એવું તો શું થયું કે તેમને ખુદા યાદ આવી ગયા. તેમણે કહ્યું કે વાહ મોદીજી વાહ , સમય સમયની વાત છે. એટલે જ કહ્યું છે કે હેરાન હું તુઝકો મસ્જીદમે દેખકર ગાલીબ, એસા ભી ક્યા હુઆ કે ખુદા યાદ આયા ‘ કોંગ્રસ નેતાના આ નિવેદનનું કેટલાંક લોકોએ સમર્થન પણ કર્યું હતું.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારના રોજ ઇન્દોરમાં દાઉદી વ્હોરા સમુદાયના ધર્મગુરૂ સાથે મુલાકાત કરી. તેમણે ‘અશરા મુબારકા’ કાર્યક્રમમાં ભાગ લીધો હતો. આ કાર્યક્રમ દાઉદી બોહરા મુસ્લિમ સમુદાય દ્વારા આયોજીત કરવામાં આવ્યો હતો. વ્હોરા સમુદાયના ૫૩માં ધર્મગુરૂ સૈયદના મુફઉલ સૈફુદ્દીન પણ હાજર રહ્યાં હતાં.સૈફી મસ્ઝિદમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તમારી વચ્ચે આવવું હંમેશા મને પ્રેરણા આપે છે. એક નવો અનુભવ આપે છે. અશરા મુબારકના આ પવિત્ર પ્રસંગે તમે મને બોલાવ્યો એટલે હું તમારો આભારી છું. તેમણે કહ્યું કે વ્હોરા સમાજે હંમેશાથી શાંતિનો સંદેશો આપ્યો છે. વડાપ્રધાને કહ્યું કે ઇમામ હુસૈન અમન અને ઇન્સાફ માટે શહિદ થયા હતાં.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY