વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઈન્ટરવ્યુ પર કોંગ્રેસે આપી આ પ્રતિક્રિયા

0
132
Congress Give This Aggressive Reaction On PM Modi Interview

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નવા વર્ષ ૨૦૧૯માં પોતાનો પ્રથમ ઈન્ટરવ્યુ આપ્યો છે. જેમાં તેમણે છેલ્લા ચાર વર્ષમાં કરેલા નિર્ણયો અને ચાર વર્ષ પૂર્વે કરેલા વાયદા પર લૂલો બચાવ કર્યો હતો.

ત્યારે કોંગ્રેસે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ઇન્ટરવ્યુને જુમલાઓનો ઇન્ટરવ્યુ ગણાવ્યો હતો. કોંગ્રેસ પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ એક ટ્વીટ કરીને કહ્યું કે’ ન જમીની હકીકત ન વાયદાનો ખ્યાલ, માત્ર જુમલા ભર્યો રહ્યો મોદીજીનો ઈન્ટરવ્યું ‘

આની સાથે જ સુરજેવાલાએ અનેક મુદ્દાઓ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું કે આજે નોટબંધી, ગબ્બરસિંહ ટેક્સ, બેંક ફ્રોડ, કાળુ નાણા વાળાને મોજ, દરેક ખાતામાં ૧૫ લાખ રૂપિયા, રાફેલનો ભ્રષ્ટાચાર, મોંધવારી, રાષ્ટ્રીય સુરક્ષા સાથે રમત, ખેડૂતો પર માર અને અચ્છે દિનની રાહ દેશવાસીઓ જોઈ રહ્યા છે.

આ ઉપરાંત સુરજેવાલાએ બીજી ટ્વીટ કરીને કહ્યું તે તેમના ઈન્ટરવ્યુનો સાર : મેં’ મેરા ‘ મુજે’ મેને . મોદીજી આપના ‘મેં’ ને દેશ ભોગવી રહ્યો છે.

આની સાથે જ કોંગ્રેસ નેતા આનંદ શર્માએ કહ્યું કે વડાપ્રધાન મોદીએ એક વાર ફરીથી ખોટા વાયદાનો પીટારો ખોલી દીધો છે. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદીએ વર્ષના પ્રથમ દિવસે તો સાચું બોલવું જોઈએ. આનંદ શર્માએ ટ્વીટ કરીને કહ્યું કે પીએમ મોદીના ઇન્ટરવ્યુમાં ખોટું અને અસત્ય કથનનું અનુમાન લગાવી શકાય તેમ છે. ત્યારે વર્ષ ૨૦૧૯માં પ્રચારનું શું થશે.

ઉલ્લેખનીય છે કે, ઈન્ટરવ્યુમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ફરી એકવાર રામમંદિર નિર્માણ મુદ્દે લોકોને પોતાની મજબુરીથી અવગત કરાયા છે. તેમજ કીધું છે કે રામમંદિર પર વટહુકમ પર ત્યારે જ વિચાર કરી શકાશે જયારે ન્યાયિક પ્રક્રિયા પૂર્ણ થશે. તેમજ તેમણે પોતાનો બચાવ કરવા ન્યાયિક પ્રક્રિયામાં કોંગ્રેસે બાધા બની રહી છે.

પીએમ મોદીએ પાકિસ્તાન પર કરેલી સર્જિકલ સ્ટ્રાઈક મુદ્દે પાકિસ્તાનને વિશે જણાવ્યું કે પાકિસ્તાન એક વારમાં સુધરે તેમ નથી. પરંતુ અમને સૈનિકોની રક્ષાની ચિંતા છે.

ત્રણ તલાક મુદ્દે પીએમ મોદીએ કહ્યું કે આ અધ્યાદેશ સુપ્રિમ કોર્ટના આદેશ બાદ લાવવામાં આવ્યો હતો.

આરબીઆઈના ગવર્નર ઉર્જિત પટેલના રાજીનામાનું દબાણ હોવાના મુદ્દે પીએમ મોદીએ કહ્યું હતું કે આરબીઆઈ ગવર્નર ઉર્જિત પટેલ પોતે રાજીનામાંની રજૂઆત કરી હતી તેમણે ૬ મહિના પહેલા આ વાત કરી હતી.

પીએમ મોદીએ નોટબંધી મુદ્દે પણ બચાવ કરતા જણાવ્યું હતું કે નોટબંધી લોકો માટે આંચકા સમાન ન હતું. તેમજ કાળા નાણા વાળાને એક વર્ષ પૂર્વે ચેતવવામાં આવ્યા હતા.

એક વર્ષ પહેલા લોકોને સૂચિત કર્યા હતા, જો તમારી પાસે કાળાનાણું હોય તો તે જમા કરાવી દો, મારી વાતને તે સમયે કોઇએ ગંભીરતાથી લીધી ન હતી.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY