CJI વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ સંસદમાં લાવવા કોંગ્રેસ સુપ્રિમમાં પહોંચી

0
630
Congress, Move ,Supreme ,Court ,Over ,Impechment ,Motion , Against, CJI , Parliement, Venkaiah Naidu, India, Supreme Court, Chief Justice

દેશના ઉપરાષ્ટ્રપતિ વૈંક્યા નાયડુએ સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રા વિરુદ્ધ કોંગ્રેસના મહાભિયોગ પ્રસ્તાવને રદ કરી દીધો હતો. જેના પગલે કોંગ્રેસે હવે મામલે સુપ્રિમ કોર્ટમાં અરજી કરી છે.જેમાં કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ પ્રતાપસિંહ બાજવા અને સાંસદ અમી હર્ષદરે સુપ્રિમ કોર્ટમાં આ અંગે એક અરજી દાખલ કરી છે.તેમજ કહ્યું છે કે ઉપ રાષ્ટ્રપતિને આ અરજી નકારવાની કોઈ જ સત્તામાં નથી. તેથી આ અરજી ગ્રાહ્ય રાખીને મહાભિયોગ પ્રક્રિયાને શરુ કરવામાં આવવી જોઈએ.

દેશમાં સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ વિરુદ્ધ કોંગ્રેસે ઉપરાષ્ટ્રપતિ Venkaiah Naidu એ મહાભિયોગ પ્રસ્તાવને ૨૩ એપ્રિલના રોજ ફગાવી દીધો હતો. આ મહાભિયોગ પ્રસ્તાવમાં કોંગ્રેસ સહિત અન્ય સાત પક્ષોના સાંસદોએ પણ સહી કરી હતી. જો કે ઉપરાષ્ટ્રપતિ Venkaiah Naidu એ ટેકનીકલ કારણોસર આ પ્રસ્તાવને ફગાવી દીધો હતો. આ નોટીસમાં કરવામાં આવેલા આક્ષેપ શંકાસ્પદ અને ઉપજાવી કાઢેલા છે. આ નોટીસમાં ખોટી રીતે ન્યાયતંત્ર પર આક્ષેપ મુકવામાં આવ્યા છે. તેમજ તેમાં આપવામાં આવેલુ એક પણ કારણ ટકી શકે તેમ નથી.

સુપ્રિમ કોર્ટના ચીફ જસ્ટીસ દિપક મિશ્રા વિરુદ્ધ Congress એ મહાભિયોગ પ્રસ્તાવ ઉપરાષ્ટ્રપતિ વેંકૈયા નાયડુને સોંપી દીધો હતો.ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા દીપક મિશ્રા વિરુદ્ધ મહાભિયોગની કાર્યવાહી કરવાની નોટિસ ઉપર આગાઉ સાત રાજકીય પક્ષોના ૭૧ સાંસદો હસ્તાક્ષર કરી ચુક્યા છે.

ઉપરાષ્ટ્રપતિ મુલાકાત બાદ કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ અને કપિલ સિબ્બલે એક પ્રેસ કોન્ફરન્સ કરી હતી.આઝાદે જણાવ્યું હતું કે, સીજેઆઈ દીપક મિશ્રા વિરુદ્ધ પાંચ મુખ્ય મુદ્દે મહાભિયોગ લાવવાનો અમે પ્રસ્તાવ તૈયાર કર્યો છે. ન્યાયતંત્રની સ્વતંત્રતા તેમજ નિષ્પક્ષતા અને લોકશાહીની રક્ષા માટે આ મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવી રહ્યો છે. અમને આશા છે કે ઉપરાષ્ટ્રપતિ તેનો સ્વીકાર કરશે. મહાભિયોગ પ્રસ્તાવ ઉપર અત્યાર સુધીમાં ૭૧ સાંસદો હસ્તાક્ષર કરી ચુક્યા છે. જો કે,આ પૈકીના ૭ નિવૃત થઇ ચુક્યા છે. તેમ છતાં, આ સંખ્યા આવશ્યક સંખ્યાથી વધારે છે.

બીજી તરફ કોંગ્રેસી નેતા કપિલ સિબ્બલે જણાવ્યું હતું કે, બંધારણ અનુસાર જો કોઇ ન્યાયાધીશ દુર્વ્યવવહાર કરે તો સંસદ પાસે એ અધિકાર છે કે તેની સામે તપાસ થાય. જયારે દીપક મિશ્રા ચીફ જસ્ટિસ બન્યા ત્યારથી જ કેટલાક એવા ચુકાદાઓ આવ્યા છે, જે ઉચિત નહોતા. આ ચુકાદાઓ અંગે સુપ્રીમ કોર્ટના જ ચાર ન્યાયાધીશો દ્વારા આ મુદ્દે પત્રકાર પરિષદ ભરવામાં આવી હતી. આ કારણે જ અમારી પાસે તેમના વિરુદ્ધ મહાભિયોગનો પ્રસ્તાવ લાવવા સિવાય અન્ય કોઈ વિકલ્પ રહેતો નહોતો”

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY