વાંચો .. રાહુલ ગાંધીએ રાફેલ મુદ્દે પીએમ મોદીને શું પડકાર ફેંક્યો

0
1073
Congress President Rahul Gandhi Give This Challange To PM Modi On Rafale Deal

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદીને રાફેલ ડીલ અંગે ચર્ચા કરવા ખુલ્લો પડકાર ફેંક્યો છે. શનિવારે છત્તીસગઢના સરગુજામાં જાહેર સભા દરમ્યાન રાહુલ ગાંધીએ પીએમ મોદીને પડકાર ફેંક્યો હતો. તેમણે કહ્યું કે વડાપ્રધાન મોદી રાફેલ ડીલ પર માત્ર ૧૫ મિનીટ સુધી ચર્ચા કરે. પીએમ મોદી કોઈ પણ રાજયમાં ૧૫ મિનીટ મારી સાથે આ મુદ્દા પર ચર્ચા કરે ૧૫ મિનીટ બોલવા દે અને પછી તે તેટલી જ મિનીટ પણ બોલે.

રાહુલ ગાંધીએ મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું કે પીએમ મોદી રાફેલ ડીલ પર ચર્ચા માટે આવે.તેમજ તે સમય અને સ્થાન તેમની સુવિધા અનુસાર નક્કી કરી લે. તેમણે કહ્યું કે હું ચર્ચામાં અંબાણીની વાત કરીશ, એચએએલ અને ફ્રાંસના રાષ્ટ્રપતિના નિવેદનની વાત કરીશ. હું પીએમ મોદીને જણાવીશ કે રક્ષામંત્રી સાફ કહ્યું છે કે આ ડીલ પીએમ મોદીએ બદલી છે. રાહુલ ગાંધીએ કહ્યું કે આટલો મોટો સોદો કરતી વખતે પીએમ મોદીએ કોઈ પ્રોસીઝર ફોલો નથી કરી.

રાહુલ ગાંધીએ કહ્યું કે નરેન્દ્ર મોદી અમારી સામે આવે. રાહુલ ગાંધીએ કીધું કે હું તેમને સારી રીતે મળીશ. ગળે મળીને વાત કરીશ. પરતું તે મારા સવાલોનો જવાબ નહીં આપે. રાહુલ ગાંધીએ સીબીઆઈના ડિરેક્ટર આલોક વર્માને દુર કરવાના મુદ્દે પણ મોદી સરકારને ઘેરી હતી. પીએમ મોદીએ રાત્રે બે વાગે ડિરેક્ટરની હકાલપટ્ટી કરી હતી.

રાહુલ ગાંધીએ કહ્યું કે પીએમ મોદી મારી સામે ઉભા હતા પરંતુ મારી સાથે આંખ પણ ના મળાવી.તે દોઢ કલાક મારી સામે ઉભા રહ્યા પણ એક શબ્દ ના બોલ્યા કારણ કે પીએમ મોદીએ પોતે જ ભ્રષ્ટાચાર કર્યો છે.

જયારે કોંગ્રેસે પણ રાફેલ મુદ્દે પીએમ મોદીને પર પ્રહાર કરતા જણાવ્યું કે ભાજપ અને પીએમ મોદીનું મૌન મોટા તોફાન પહેલાની શાંતિ છે. કોંગ્રેસ નેતા પવન ખેરાએ જણાવ્યું કે રાફેલના નવા પુરાવા મુદ્દે વડાપ્રધાન મોદી અને ભાજપ મૌન છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY