કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાઠવી દેશવાસીઓને દિપાવલીની શુભકામના

0
177

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશવાસીઓને આજે દિપાવલીની શુભકામના પાઠવી છે. રાહુલ ગાંધીએ ટ્વીટ કરીને દેશવાસીઓને શુભકામના પાઠવી છે. તેમણે પોતાના સંદેશમાં લખ્યું છે કે દેશવાસીઓને મારી શુભકામના.હું આપની શાંતિ અને ખુશહાલીની કામના કરું છું.

ઉલ્લેખનીય છે કે, દિવાળી અથવા દીપાવલી એ હિન્દુ ધર્મ,નો મહત્વપૂર્ણ તહેવાર છે અને આ દિવસે સમગ્ર ભારતમાં જાહેર રજા હોય છે. માનવીની અંદર રહેલા દુર્ગુણો પર સદગુણોના વિજયના પ્રતિકરૂપે તેઓ માટીના નાનકડા કોડિયામાં રૂની દિવેટ બનાવીને મૂકેલા દીવામાં તેલ ભરીને તેને પ્રગટાવે છે.

દિવાળીને ‘દિપાવલી’ તરીકે પણ ઓળખવામાં આવે છે. ‘દીપ’ એટલે ‘પ્રકાશ’ અને ‘આવલી’ એટલે ‘હરોળ’. આ પ્રકાશની હરોળને દર વર્ષે દીવડાઓ પ્રગટાવીને દર્શાવવામાં આવે છે. દિવાળીને 3 થી 5 દિવસો સુધી ઉજવવામાં આવે છે. પૂર્ણિમાના તેરમાં દિવસે (ધનતેરસે) દિવાળીનો પ્રથમ દિવસ ઉજવવામાં આવે છે. ‘ધન’ એટલે ‘સંપતિ’ અને ‘તેરસ’ એટલે ‘તેરમો દિવસ’. આ દિવસે લક્ષ્મીજીની એટલે કે ધનની દેવીની પુજા કરવામાં આવે છે. ભારતમાં ઘણી જગ્યાઓએ મૃત્યુના રાજા ‘યમરાજ’ માટે સતત પ્રગટતા દીવાઓ મુકવામાં આવે છે.

ચૌદમાં દિવસે (નારક ચતુર્દશી) હિન્દુઓની માન્યતા મુજબ ભગવાન કૃષ્ણએ દુનિયાને ભયભીત કરનાર રાક્ષસ નાર્કાસુરનો વધ કર્યો હતો. આ દિવસથી થોડાઘણા ફટાકડાઓ ફોડવાનું શરૂ થાય છે.

પખવાડિયાના પંદરમાં દિવસે સાચી દિવાળી ઉજવવામાં / લક્ષ્મીપુજા કરવામાં આવે છે. આ દિવસ સુધી ઘર સાફ કરવામાં ન આવ્યું હોય તો, દિવસની શરૂઆતમાં જ લક્ષ્મીજીને આવકારવા સાફ-સફાઈ કરવી જ જોઈએ. આ દિવસે ઉપહારો અને મીઠાઈઓની સમગ્ર પરિવાર અને મિત્રો વચ્ચે આપ-લે કરવાથી સંબંધો મજબુત બને છે. રાત્રે જમ્યા પછી ફટાકડા ફોડવામાં આવે છે.

કાર્તિકના અજવાળિયાના પ્રથમ દિવસે ભગવાન કૃષ્ણએ ગોવર્ધન પર્વત આંગળી પર ઉપાડી ગોકુળના લોકોની ઇન્દ્રના ક્રોધથી રક્ષા કરી હતી અને રાજા વિક્રમાદિત્યને મુગટ પહેરાવવામાં આવ્યો હતો.

દિવાળીના તહેવારના છેલ્લા અને પાંચમાં દિવસને ‘ભાઈબીજ’ તરીકે ઉજવવામાં આવે છે. આ દિવસે બહેન તેના ભાઈના કપાળે લાલ તિલક કરીને તેની લાંબી જિંદગી માટે પ્રાર્થના કરે છે. જયારે ભાઈ તેની બહેનને આશીર્વાદ અને ભેટ આપે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY