વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના પીએમ ઈમરાનખાનને લખેલા શુભેચ્છા પત્રને લઈને વિવાદ

0
2570
Contravorsey Over PM Modi Greeting Letter To Pakistan PM Imrankhan

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાકિસ્તાનના નવનિયુક્ત વડાપ્રધાન ઇમરાનખાનને લખેલા શુભેચ્છા પત્રને લઈને વિવાદ સર્જાયો છે. જેમાં પૂર્વ ક્રિકેટર અને પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાનખાનને પીએમ મોદીએ લખેલા પત્ર અંગે પાકિસ્તાનના વિદેશ મંત્રી શાહ મહમૂદ કુરેશીએ સોમવારે દાવો કર્યો કે પીએમ મોદીએ પાકિસ્તાનના પીએમને પત્ર લખીને શુભેચ્છા પાઠવી છે અને વાતચીતનો પ્રસ્તાવ પણ મુક્યો છે. જયારે આ પત્ર અંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ઓફિસે ખુલાસો કર્યો છે કે પીએમ મોદીએ તેમને માત્ર શુભેચ્છા પત્ર જ મોકલ્યો છે તેમાં વાતચીતનો કોઈ પ્રસ્તાવ સામેલ નથી.

આ પૂર્વે પાકિસ્તાનના વિદેશમંત્રીએ કહ્યું કે ભારત સાથે સતત મંત્રતા જરૂરી છે. તેમણે કહ્યું કે અમે પડોશી છે. અમારી વચ્ચે અનેક વણઉકલ્યા પ્રશ્નો છે. બંને દેશો આ મુદ્દાને જાણે છે. આપણી પાસે ચર્ચા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. અમે એડવેન્ચરીઝમને સહન નહીં કરી શકીએ.

આ ઉપરાંત વડાપ્રધાન મોદીએ પાકિસ્તાનના વડાપ્રધાન ઇમરાનખાનને લખેલા પત્રમાં લખ્યું છે કે ભારત પાકિસ્તાન સાથે શાંતિપૂર્ણ સબંધો માટે પ્રતિબદ્ધ છે. વડાપ્રધાને આગળ લખ્યું છે ભારત પડોશી પાકિસ્તાન સાથે સકારાત્મક અને સાર્થક ભાગીદારી માટે આશાવાદી છે. ઈમરાન ખાનને લખેલા પત્રમાં પીએમ મોદીએ આતંકવાદ મુક્ત દક્ષિણ એશિયા માટે કામગીરી કરવા ભાર મુક્યો હતો. અધિકારીક સુત્રોએ જણાવ્યું છે આ સામાન્ય અપેક્ષાઓ છે તેમાં વડાપ્રધાન મોદીએ વાતચીતનો કોઈ પ્રસ્તાવ મુક્યો નથી.

જયારે જીયોના જણાવ્યા અનુસાર પાકિસ્તાનના વિદેશ મંત્રીએ જણાવ્યું છે કે ભારત અને પાકિસ્તાન વાસ્તવિકતાને સામે રાખીને આગળ વધવા માંગે છે. આ દરમ્યાન તેમણે દાવો કર્યો કે પીએમ મોદીએ ઇમરાનખાન ને પત્ર લખીને સંકેત આપ્યા છે કે બંને દેશો ફરી એકવાર વાતચીત શરુ કરવા માંગે છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY