CPI નું એલાન, વર્ષ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી લડશે કનૈયા કુમાર

0
2432
CPI Decided Kanaiya Kumar will Also Contest the 2019 Lok Sabha Elections.

સીપીઆઈએ કનૈયા કુમારની બેઠક પણ જણાવી

નવી દિલ્હી: દેશમાં આગામી વર્ષ-૨૦૧૯માં યોજાનારી ચૂંટણી માટે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા – સીપીઆઈ (CPI) દ્વારા જવાહરલાલ નેહરુ વિશ્વવિદ્યાલય છાત્ર સંઘના પૂર્વ અધ્યક્ષ કનૈયા કુમારને બિહારમાંથી ચૂંટણી મેદાનમાં ઉતારવાની તૈયારી કરવામાં આવી છે.

એટલું જ નહીં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા – સીપીઆઈ દ્વારા એ પણ નક્કી કરી લેવામાં આવ્યું છે કે કનૈયા કુમાર બિહારની કઈ બેઠક ઉપરથી ચૂંટણી લડશે.

ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ આ અંગેની જાણકારી રવિવારે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા – સીપીઆઈના વરિષ્ઠ નેતા અને પાર્ટીના નેશનલ કાઉન્સિલ સેક્રેટરી કે આર નારાયના દ્વારા આપવામાં આવી હતી.

નારાયનાએ કહ્યું કે સંભવતઃ કનૈયા કુમાર આગામી લોકસભા ચૂંટણીમાં બેગુસરાઈ બેઠક ઉપર ચૂંટણી લડી શકે છે. ફેબ્રુઆરી ૨૦૧૬માં જેએનયુ સંકુલમાં દેશ વિરોધી ભાષણ આપવાના મામલામાં કનૈયા ઉપર દેશદ્રોહનો કેસ દાખલ કરવામાં આવ્યો હતો.

કનૈયાને આગામી લોકસભાની ચૂંટણીમાં લડાવવાની વાત અંગે કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા – સીપીઆઈ બિહારના સેક્રેટરી સત્ય નારાયણે કહ્યું કે, કનૈયાની માટે દરેક વિકલ્પ ખુલ્લા છે. તે જ્યાં ઈચ્છે ત્યાંથી ચૂંટણી લડી શકે છે, પરંતુ સંભવતઃ તેને બેગુસરાઈની બેઠક જ આપવામાં આવશે. બેગુસરાઈ ઉપરાંત ખગડિયા, મધુબની અને મોતિહારી પણ અન્ય બેઠકો છે જે કનૈયા કુમાર માટે વિકલ્પ છે.

મોટાભાગે જોવામાં આવી રહ્યું છે કે કનૈયા કોઈ પણ કાર્યક્રમમાં જાય છે તો તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને બીજેપી ઉપર પ્રહાર કરવાનું ચૂકતા નથી. કનૈયા કુમારે જેએનયુ રિસર્ચર્સ માટે કેમ્પેન કર્યું છે જે 2016 માં કમ્યુનિસ્ટ પાર્ટી ઓફ ઈન્ડિયા – સીપીઆઈની ટિકિટ ઉપર લડ્યા હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY