ખોટું બોલવું તે હવે PM Modi ની આદત બની ગઈ છે : Rahul Gandhi

0
1261
Data Nails PM Modi lies Allage CP Rahul Gandhi

કર્ણાટકમાં ૧૨ મે ના રોજ યોજાનારી વિધાનસભા ચુંટણીને અનુલક્ષીને કોંગ્રેસ અધ્યક્ષ Rahul Gandhi અને PM Modi આખરી તબક્કામાં ચુંટણી સભાઓ સંબોધી રહ્યાં છે. જેમાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પીએમ મોદી પર ટ્વીટ કરીને પ્રહાર કર્યો છે. રાહુલ ગાંધીએ કહ્યું કે ખોટું બોલવું તે હવે પીએમ મોદીની આદત બની ગઈ છે. પરંતુ આંકડાઓએ બધી જ પોલ ખોલી દીધી છે. પીએમ મોદીએ દેશના ગૌરવ એવા બેંગલોરને ગારબેજ કહીને તેનું અપમાન કર્યું છે.

Rahul 03

જો કે આ દરમ્યાન કર્ણાટકના મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ પણ પીએમ મોદીને ટ્વીટ કરીને જવાબ આપ્યો છે. તેમણે કહ્યું કે યેદુરપ્પાની સરકારમાં બેંગ્લોરની હાલત ગારબેજ જેવી હતી. જયારે આજે તો દેશના સૌથી ઝડપી વિકસતા શહેરોમાં તેની ગણતરી થાય છે.

રાહુલ ગાંધીએ આ ઉપરાંત ગુરુવારે તેમની ચૂંટણીસભામાં પીએમ મોદી પર આક્રમક પ્રહાર કર્યા હતા. તેમણે કર્ણાટકના કલબુર્ગીમાં જનસભાને સંબોધિત કરતા જણાવ્યું હતું કે પીએમ મોદી ખેડૂતો વિશે કશું બોલી શકે તેમ નથી કારણ કે તેમણે તેમનું દેવું માફ કર્યું નથી. આ ઉપરાંત પીએમ ખેડૂતોને વાયદો કર્યો હતો કે તે ખેતપેદાશોના ટેકાના ભાવ વધારશે પરંતુ તેમણે એવું કશું કર્યું નથી. આ ઉપરાંત સિદ્ધારમૈયાએ રાજ્યમાં ખેડૂતોનું ૮૦૦૦ કરોડ રૂપિયા દેવું માફ કર્યું છે. તો શું કેન્દ્ર સરકાર તે રાજ્ય સરકારને આપશે.
Rahul 04

રાહુલ ગાંધીએ કહ્યું હતું કે આ વખતે ચુંટણીમાં બોલવા માટે પીએમ મોદી પાસે ખાસ કશું જ નથી. તે શિક્ષણ અને વિકાસના મુદ્દા પર કશું જ બોલી શકે તેમ નથી કારણ કે સરકારે આ અંગે સારા કાર્યો કર્યા છે. તેથી તે હવે વ્યક્તિગત હુમલા કરી રહ્યાં છે. પરંતુ આ દેશના વડાપ્રધાનને શોભતું નથી.

કોંગ્રેસ અધ્યક્ષે કહ્યું કે લધુ ઉદ્યોગ વેપાર ગબ્બરસિંહ ટેક્સ અને નોટબંધીને લીધે બંધ થયા. પરંતુ અમિત શાહના પુત્રએ ખુબ જ નફો કમાયો છે. મોદીજી આ અંગે કેમ મૌન સેવે છે. તેમણે આ મુદ્દે મારી મજાક ઉડાવી છે. પરંતુ મારા સવાલનો જવાબ આપ્યો નથી.
rahul-gandhi-4

કર્ણાટકમાં ૧૨ મે ના રોજ વિધાનસભાની ચુંટણી યોજાવવાની છે. જયારે તેનું પરિણામ ૧૫ મે ના રોજ જાહેર કરવામાં આવશે. હાલ રાજ્યમાં કોંગ્રેસની સરકાર છે. જયારે ભાજપ કર્ણાટકમાં યેદુરપ્પાના નેત્તુત્વમાં સરકાર બનાવવા માટે એડીચોટીનું જોર લગાવી રહ્યું છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY