દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે મોદી સરકારને ફેંકયો આ પડકાર

0
923
Delhi CM Arvind Kejriwal Give This Challange To Modi Government

દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે જણાવ્યું હતું કે નરેન્દ્ર મોદી ની કેન્દ્ર સરકારે અમારી ૪૦૦ ચારસો ફાઇલોની તપાસ કરી છે પણ મને રફાલ વિમાન ખરીદી માટે ની સમજુતી ની ૪ ચાર ફાઇલો તપાસ કરવા માટે આપવામાં આવે તો હું ભાજપના નેતાઓ ને જેલ ભેગા કરી દઉં. દાવા સાથે અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે અમારી દિલ્હી ની આપ સરકાર છેલ્લા ૭૦ સીત્તેર વર્ષો મા સૌથી પ્રમાણીક સરકાર છે. કેજરીવાલે નરેન્દ્ર મોદી પર નિશાન તાકતા કહ્યું હતું કે દિલ્હીના લોકોની છાતી ૫૬ ઇંચ નહી પણ ૬૦ ઇંચ ની છે કારણ કે તે ગર્વથી જીવી રહ્યા છે

રફાલ વિમાન ખરીદી મુદ્દે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પ્રમુખ રાહુલ ગાંધીએ નરેન્દ્ર મોદી પર પ્રહારો કર્યા છે અને તેમા પુરા દેશમાં ભાજપ અને નરેન્દ્ર મોદી ની સરકાર કે તેના પ્રવક્તા ઓ પાસે કહેવા માટે એવા પુરાવા કે શબ્દો જ નથી કે દેશ ની જનતા ને નરેન્દ્ર મોદી ની રફાલ વિમાન ની ખરીદી સંપૂર્ણ પારદર્શક લાગે કારણ કે ૧૫ દિવસ પહેલા કાગળ પર ઉભી કરેલી અનિલ અંબાણી ની કંપની રિલાયન્સ ને રફાલ વિમાન બનાવવા માટે નો ઓર્ડર મળ્યો છે.

અનિલ અંબાણીના રીલાયન્સ જુથ ને કોઈ પણ પ્રકારના વિમાન બનાવવા નો અનુભવ નથી અને દેશ માટે પાછલા ૬૦ વર્ષ થી યુધ્ધ માટે વિમાન બનાવતી સરકારી કંપની હિંદુસ્તાન એકોનોટીક્સ ને પડતી મુકી ને અનિલ અંબાણી ની કંપની ને રફાલ વિમાન બનાવવા માટે નો કોન્ટ્રાકટ ના મળવા થી બુધ્ધિ જીવી જનતા ગુસ્સે થઈ છે .

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY