ઈલેકશન લાઈવ: રાજસ્થાનમાં બપોરે ત્રણ વાગે સુધી ૬૦ ટકા મતદાન, ૧૯૯ બેઠકો માટે મતદાન ચાલુ

0
190
Election Live 60 Percent Voter Turn Out At 3PM In Rajasthan Voting Continue

રાજસ્થાનમાં આજે સવારે ૮ વાગેથી શરુ થયેલા મતદાનમાં બપોરે ત્રણ વાગે સુધીમા મતદારોમાં ભારે ઉત્સાહના પગલે સરેરાશ ૬૦ ટકા જેટલું મતદાન નોંધાયું છે. જયારે ૧૯૯ બેઠકો માટે સાંજે પાંચ વાગે સુધી મતદાન ચાલુ રહેશે. રાજસ્થાનમાં બપોરે ૧૧ વાગે સુધી ૨૩ ટકા અને બપોરે ૧ વાગે સુધી ૪૭ ટકા જેટલું મતદાન નોંધાયું હતું.
રાજસ્થાનમાં આજે સવારે શરૂ થયેલા મતદાનમાં અનેક સ્થળો પર ઈવીએમ મશીનમાં ગડબડી સામે આવી હતી. જેના પગલે અમુક પોલીંગ બુથ પર મતદારો અને નેતાઓની મત આપવા માટે લાંબી લાઈનો લાગી હતી. જો કે આ બુથ પર કોંગ્રેસે મતદાન માટે વધુ સમયની પણ માંગ કરી છે.

રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. જેમાં કોંગ્રેસે ૧૯૫ બેઠક પર તો ભાજપે તમામ બેઠકો પર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિત અનેક નાના મોટા દળ અને અપક્ષ ઉમેદવારો સહિત ૨૨૭૪ ઉમેદવારો મેદાનમાં છે.

આ ચુંટણીમાં સીએમ વસુંધરા રાજે, પૂર્વ સીએમ અશોક ગેહલોત, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ગીરીજા વ્યાસ, સીપી જોશી સહિત ચાર સાંસદો મંત્રીઓ અને અનેક ધારાસભ્યોનું ભાગ્ય નક્કી થશે. સીએમ વસુંધરા રાજે સામે હાલમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા માનવેન્દ્રસિંહ . જયારે ગૃહમંત્રી ગુલાબ કટારીયા વિરુદ્ધ ગીરીજા વ્યાસ મેદાનમાં છે. જયારે સચિન પાયલોટ વિરુદ્ધ ભાજપે એક માત્ર મુસ્લિમ ઉમેદવાર યુનુસખાનને ટીકીટ આપી છે.

રાજસ્થાનમાં ૪.૭૪ કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજસ્થાનમાં ચુંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે રાજસ્થાન ચુંટણીનું પરિણામ ત્રણ રાજ્યોના પરિણામ સાથે ૧૧ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY