ઈલેકશન લાઈવ : રાજસ્થાનમાં અનેક સ્થળોએ ઈવીએમમાં ગડબડી, તેલંગાનામાં બે કલાકમાં ૮. ૯૭ ટકા મતદાન

0
847
Election Live Rajasthan Election EVM Malfunction Issue Telangana Record 8.97 Percent Voting In First Two Hours

રાજસ્થાન વિધાનસભાની ૧૯૯ બેઠકો અને હૈદરાબાદ વિધાનસભાની ૧૧૯ બેઠકો માટે વહેલી સવારથી જ મતદાન શરૂ થઈ છે. જેમાં રાજસ્થાનમાં અનેક સ્થળો પર ઈવીએમ મશીન ગડબડીના કિસ્સા સામે આવ્યા છે જેના લીધે તે સ્થાનો પર મતદાન મોડું શરૂ કરવામાં આવ્યું છે. જયારે તેલંગાના સવારે સાત વાગેથી શરૂ થયેલું મતદાન સાંજે પાંચ વાગે સુધી ચાલશે. જયારે ઉગ્રવાદી પ્રભાવિત ૧૩ બેઠકો પર સાંજે ચાર વાગે સુધી જ મતદાન ચાલશે.તેલંગાનાના પ્રથમ બે કલાકમાં સરેરાશ ૮.૯૭ ટકા મતદાન નોંધાયું છે.

જયારે રાજસ્થાનમાં મતદાન સવારે ૮ વાગે શરૂ કરવામાં આવ્યું હતું. જેમાં મતદાન સાંજે પાંચ વાગે સુધી જ ચાલશે. જેમાં રાજસ્થાનમાં અનેક સ્થળો પર ઈવીએમ મશીન ગડબડીના કિસ્સા સામે આવ્યા છે જેના લીધે તે સ્થાનો પર મતદાન મોડું શરૂ કરવામાં આવ્યું છે.રાજસ્થાનમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. જેમાં કોંગ્રેસે ૧૯૫ બેઠક પર તો ભાજપે તમામ બેઠકો પર ઉમેદવાર મેદાનમાં ઉતાર્યા છે. આ ઉપરાંત રાષ્ટ્રીય લોકતાંત્રિક પાર્ટી, બહુજન સમાજ પાર્ટી, સમાજવાદી પાર્ટી સહિત અનેક નાના મોટા દળ અને અપક્ષ ઉમેદવારો સહિત ૨૨૭૪ ઉમેદવારો મેદાનમાં છે.

આ ચુંટણીમાં સીએમ વસુંધરા રાજે, પૂર્વ સીએમ અશોક ગેહલોત, કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ સચિન પાયલોટ, પૂર્વ કેન્દ્રીય મંત્રી ગીરીજા વ્યાસ, સીપી જોશી સહિત ચાર સાંસદો મંત્રીઓ અને અનેક ધારાસભ્યોનું ભાગ્ય નક્કી થશે. સીએમ વસુંધરા રાજે સામે હાલમાં જ ભાજપમાંથી કોંગ્રેસમાં આવેલા માનવેન્દ્રસિંહ . જયારે ગૃહમંત્રી ગુલાબ કટારીયા વિરુદ્ધ ગીરીજા વ્યાસ મેદાનમાં છે. જયારે સચિન પાયલોટ વિરુદ્ધ ભાજપે એક માત્ર મુસ્લિમ ઉમેદવાર યુનુસખાનને ટીકીટ આપી છે.

રાજસ્થાનમાં ૪.૭૪ કરોડ મતદાતા પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. રાજસ્થાનમાં ચુંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે રાજસ્થાન ચુંટણીનું પરિણામ ત્રણ રાજ્યોના પરિણામ સાથે ૧૧ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે.

તેલંગાનાની વાત કરીએ તો અહિયાં ટીઆરએસ અને કોંગ્રેસના નેતુત્વવાળા મહાગઠબંધન વચ્ચે મુકાબલો છે. જયારે ભાજપ પોતાના અસ્તિત્વ માટે સંઘર્ષ કરી રહી છે. કોંગ્રેસના નેતુત્વવાળા મહાગઠબંધનમાં કોંગ્રેસ, ટીડીપી, સીપીઆઈ, તેલંગાના જન સમિતિ અને બીકેપી પણ સામેલ છે. જયારે રાજ્યની સત્તારૂઢ ટીઆરએસને ઔવેસીનું સમર્થન મળી શકે તેમ છે.

તેલંગાનામાં ટીઆરએસ સરકાર વિરુદ્ધ મજબુત લહેર છે અને કોંગ્રેસના સમર્થનવાળા મહાગઠબંધનને સારો પ્રતિસાદ મળી રહ્યો છે.તેલંગાનામાં ૨.૮૦ કરોડ વધારે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. તેલંગાનામાં ચુંટણી માટે કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. જયારે તેલંગાના ચુંટણીનું પરિણામ ત્રણ રાજ્યોના પરિણામ સાથે ૧૧ ડિસેમ્બરના રોજ જાહેર કરવામાં આવશે

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY