PM Modi એ આખરે સ્વીકારી આ મોટી ભૂલ

0
1778
Finallay PM Modi Accept This Big Mistake

દેશભરમાં ૧૦૦ ટકા ગામોને વીજળી પહોંચાડવાના દાવા પર સરકારે સ્પષ્ટતા કરી હતી. જયારે PM Modiએ માની લીધું હતું કે ૪ કરોડ ઘરોમાં વીજળી નથી. જયારે પીએમ મોદીએ ૨૮ એપ્રિલના રોજ દાવો કર્યો હતો કે દેશના તમામ ગામોમાં વીજળી પહોંચી ચુકી છે. તેમણે ટ્વીટ કરીને કહ્યું હતું કે ભારતની વિકાસ યાત્રામાં ૨૮ એપ્રિલ ૨૦૧૮ના રોજ એતિહાસિક દિવસ તરીકે યાદ કરવામાં આવશે. કાલે અમે એક વાયદો પૂર્ણ કર્યો છે. જેમાં અનેક ભારતીયોના જીવનમાં હંમેશા માટે બદલાવ આવશે. મને એ બાબતની ખુશી છે કે ભારતના દરેક ગામમાં વીજળી પહોંચી ચુકી છે.

Village o1

આટલું જ નહીં અન્ય મંત્રીઓએ પણ ઉત્સાહ આવીને ટ્વીટ કરી હતી. જેમાં મંત્રી પિયુષ ગોયલે અંતરીક્ષ એજન્સી નાસાની તસવીર આ દાવા સાથે ટ્વીટ કરી હતી. જેને શનિવાર પૂર્વે અને તેની બાદ ભારતના ગ્રામીણ વિદ્યુતીકરણ સાથે કોઈ લેવાદેવા નથી.
power 01

પરંતુ જયારે મીડિયા અને વિપક્ષે તેની પોલ ખોલી તો કેન્દ્ર સરકાર સ્પષ્ટતા કરવી પડી હતી. જેમાં મંત્રાલયએ કહ્યું કે ગામ વિદ્યુતકૃત જાહેર કરવા માટે ગામના ૧૦ ટકા ઘરમાં વીજળી હોવી જરૂરી છે. જયારે ગ્રામીણ વિસ્તારમાં ૮૦ ટકા ઘરોમાં વીજળી પહોંચી ચુકી છે. જો કે ત્યાર બાદ મંગળવારે પીએમ મોદીએ રેલીમાં સ્વીકારી લીધું છે કે ૪ કરોડ ઘરોમાં વીજળી નથી.

No Electricity

બ્લૂમબર્ગ માં પ્રકાશિત રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે જે ગામોમાં હજુ સુધી વીજળી પહોંચવાની વાત છે તેમાં વાસ્તવમાં ૮ ટકા ઘરોમાં જ વીજળી પહોંચી છે. રીપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગ્રામીણ ભારતમાં આટલા મોટા હિસ્સામાં વીજળી નહીં હોવાથી આર્થિક, માળખાગત સુવિધા, શિક્ષણ અને આરોગ્ય પર નકારાત્મક અસર થઈ છે.
No Electricity

જયારે આ મુદ્દે કોંગ્રેસનું કહેવું છે કે યુપીએ સરકારના કાર્યકાળમાં ૨૦૦૪ થી ૨૦૧૪માં ૧,૦૮,૨૮૦ ગામોને વીજળી આપવામાં આવી હતી અને વીજળી પ્રાપ્ત ઘરની કુલ સંખ્યા ૨ કરોડ પહોંચી હતી. જેમાંથી ૧ કરોડ ૯૦ લાખ લોકોને મફતમાં વીજળી આપવામાં આવી હતી. કોંગ્રેસના દાવો છે માત્ર ૧૮,૪૫૨ ગામોમાં વીજળી પહોંચાડવાની બાકી રહી હતી. જે માત્ર પાંચ ટકા કામ જ બાકી હતું. યુપીએ સરકાર દ્વારા દરવર્ષે ૧૨૦૩૦ ગામોને વીજળી આપવામાં અ આવતી હતી. જે મોદી સરકારના સમયગાળામાં ઘટીને ૪૮૪૨ જ થયો છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY