Loksabha ચુંટણી માં ભાજપને હરાવવા મહાગઠબંધનનું ગઠન

0
1472
Formation Of Mahagathbandhan To Defeat Bjp In Loksabha Election 2019

Loksabha ચુંટણી -૨૦૧૯ પૂર્વે મહત્વપૂર્ણ રાજકીય ઘટનાક્રમમાં કોંગ્રેસ, સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે મહાગઠબંધન નક્કી થઈ ગયું છે. સુત્રોના જણાવ્યા અનુસાર એક આ પક્ષ એક રણનીતિક સમજુતી સુધી પહોંચી ગયા છે. જેના પગલે હવે આ પક્ષો સાથે મળીને ભાજપ વિરુદ્ધ ચુંટણી લડશે. કોંગ્રેસ સુત્રોના જણાવ્યા અનુસાર આ મહાગઠબંધનનો મુખ્ય ધ્યેય ભાજપને હરાવવાનો છે. આ ઉપરાત વિપક્ષોએ નક્કી કર્યું છે કે પીએમ પદના ઉમેદવાર નો નિર્ણય ચુંટણીના પરિણામ બાદ પરફોર્મન્સ પર કરવામાં આવશે.જો કે આ દરમ્યાન કોંગ્રેસે શિવસેના સાથે ગઠબંધન કરવાનો ઇનકાર કર્યો હતો. શિવસેના હાલ તો ભાજપથી નારાજ ચાલી રહી છે. કોંગ્રેસે કહ્યું કે શિવસેનાની વિચારધારા કોઈપણ રીતે કોંગ્રેસ સાથે મળતી નથી.

કોંગ્રેસ સાથે સ્થાનિક ગઠબંધનનો મામલો હજુ અટકયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર રાજ્યોમાં સ્થાનિક પક્ષો સાથે સીધો મુકાબલો છે. જેમકે પંજાબમાં આપ અને તેલંગાનામાં ટીઆરએસ છે. પક્ષનું કહેવું છે કે આ લોકો સાથે સમજુતી પૂર્વે સ્થાનિક નેતાઓ સાથે વાતચીત કરવી જરૂરી છે. કોંગ્રેસના સુત્રોના જણાવ્યા અનુસાર અત્યાર સુધી સૌથી મોટું કામ વિપક્ષી પાર્ટીઓને કોઈપણ મતભેદ વિના એક જ પ્લેટફોર્મ પર લાવવાનું છે. તેની બાદ આગળની રણનીતિ નક્કી કરવામાં આવશે. કોંગ્રેસનું માનવું છે કે ચુંટણી પછીના હાલત પર અત્યારથી જ ચર્ચા કરવી જોડાણ માટે મુશ્કેલ બની શકે છે. સુત્રો અનુસાર કોંગ્રેસનું ફોકસ ઉત્તર પ્રદેશ અને બિહાર છે. જેમાં ઉત્તર પ્રદેશમાં ભાજપ વિરુદ્ધ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજ પાર્ટી વચ્ચે સમજુતી થઈ છે. જેના લીધે હવે માત્ર બેઠકોની ફાળવણીને લઈને ચર્ચા ચાલી રહી છે.

કોંગ્રેસનું અનુમાન છે જો ઉત્તર પ્રદેશ અને બિહારમાં યોગ્ય રીતે ગઠબંધન થશે તો ભાજપને પાંચ બેઠક મેળવવી પણ મુશ્કેલ બનશે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસ, સપા, બસપા અને રાલોદ( રાષ્ટ્રીય લોકદળ) વચ્ચે ગઠબંધનની છેલ્લા ઘણા સમયથી વાત ચાલતી હતી. કોંગ્રેસ સુત્રોએ કહ્યું કે મહારાષ્ટ્રમાં એનસીપી સાથે કોંગ્રેસનું ગઠબંધન જુનું છે. તેમજ કોંગ્રેસે કહ્યું કે એ માત્ર વાતો જે કે ભાજપ- આરએસએસને હરાવવું મુશ્કેલ છે. જયારે વર્ષ ૨૦૦૪ના ઈલેકશનના પરિણામ તેનું ઉદાહરણ છે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY