Arvind Kejriwal સહિત ચાર મંત્રીઓ ઉપ રાજયપાલ વિરુદ્ધ ધરણા પર બેઠા

0
338
Four Minister With Delhi CM Arvind Kejriwal On Fast In Office Of Deputy Governer

દિલ્હીના ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદિયાએ ઉપ રાજ્યપાલ અનીલ બેજાલની ઓફિસે આજથી બે મુદતી ઉપવાસ પર બેઠા છે. એક દિવસ પૂર્વે જ સ્વાસ્થ્ય મંત્રી સતેન્દ્ર જૈન પોતાની માંગને લઈને ભૂખ હડતાળ પર બેઠા છે. જેમાં Arvind Kejriwal સહિત તેમના બે મંત્રીઓને આ રીતે ઉપ રાજ્યપાલના કાર્યાલયમાં બે રાત વિતાવી છે. આપ સરકારની માંગ એ પણ સામેલ છે કે ઉપ રાજયપાલ આઈએએસ અધિકારીઓને તેમની હડતાળ સમાપ્ત કરવાનો નિર્દેશ આપે અને એવા અધિકારીઓ વિરુદ્ધ કાર્યવાહી કરે જેમને ચાર માસથી કામગીરી કરી નથી.

દિલ્હીના સીએમ અરવિંદકેજરીવાલે આજે સવારે ટ્વીટ કરીને મોદી સરકાર પર પ્રહાર કર્યા હતા અને કહ્યું હતું કે મોદી સરકાર આઈએએસ અધિકારીઓને આપ સરકારના સારા કામ બરબાદ કરવા માટે ઉપયોગ કરે છે. તેમજ દિલ્હીના વિકાસમાં રુકાવટને દુર કરવા માટે સંઘર્ષ ચાલુ જ રહેશે.

જયારે ઉપમુખ્યમંત્રી મનીષ સીસોદિયાએ પણ ટ્વીટ કરીને બેમુદ્તી હડતાળ શરુ કરી દીધી છે. તેમણે કહ્યું કે દિલ્હીના લોકોને તેમના હક્ક અપાવવા માટે તેમના રોકાયેલા કામ કરાવવા માટે અમે બેમુદતી ઉપવાસ પર બેઠા છીએ.

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક વિડીયો રીલીઝ કરીને કહ્યું હતું કે અમારી પાસે ઉપરાજ્યપાલ વિરુદ્ધ ધરણા પર બેસવા સિવાયનો કોઈ વિકલ્પ રહ્યો નથી. સુત્રોના જણાવ્યા અનુસાર આ પ્રથમ વાર છે કે જયારે દિલ્હીના લોકોને ન્યાય અપાવવા માટે કેબીનેટ સહયોગી અને મંત્રીઓ ઉપરાજ્યપાલની ઓફીસમાં ધરણા પર બેઠાં હતા.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY