ભગવાન રામ અમારી માટે ગૌરવ પુરુષ, અયોધ્યા તેમનું મંદિર બનવું જોઈએ: મોહન ભાગવત

0
135

આરએસએસના પ્રમુખ મોહન ભાગવતે નાગપુરના સંગઠનમાં વિજયાદશમી ઉત્સવ દરમ્યાન કહ્યું હતું કે ભગવાન રામ અમારી માટે ગૌરવ પુરુષ, અયોધ્યા તેમનું મંદિર બનવું જોઈએ. આ ઉજવણી દરમ્યાન કૈલાશ સત્યાર્થી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીશ પણ હાજર રહ્યાં હતા. આરએસએસના વડા મોહન ભાગવતે કહ્યું કે ચાહે જે થઈ જાય. અયોધ્યામાં રામ મંદિર બનવું જોઈએ. રામ અમારા ગૌરવ પુરુષ છે તેમનું સ્મારક બનવું જોઈએ. સરકાર આ બનાવવા માટે કાયદો લાવે. સંઘ આ મામલે સાધુ- સંતોની સાથે છે. તેમણે આ વાત વિજયાદશમી ઉત્સવ પર કહી હતી.

સંઘ પ્રમુખે આગળ કહ્યું કે ભારત જલ્દી જ વિશ્વ ગુરુ બનશે. ભારત જે એક એવો દેશ હશે જ્યા સત્ય અને અહિંસાની રાજનીતિ કરવામાં આવશે. પરંતુ દેશે તેના શત્રુઓથી સાવધાન રહેવાની જરૂર છે અને સેના અને રક્ષક દળોને સંપન્ન કરવાની જરૂર છે. અમે કોઈની જોડે શત્રુતા કરવા માંગતા નથી. પરંતુ અમે એટલા શકિતશાળી છીએ કે કોઈ અમારી પણ આક્રમણ ના કરી શકે. અમે પોતાની સુરક્ષા માટે સક્ષમ છીએ. પરંતુ અમે સેનાનું મનોબળ તુટવા નહીં દઈએ. આપણે સેના અને સીમાને વધુ સુરક્ષિત અને તાકતવર બનાવવા જોઈએ.

આ ઉપરાંત ભાગવતે સરકાર પર પણ પ્રહાર કર્યા હતા. તેમણે કહ્યું હતું કે એસ.સી. અને એસ.ટી એકટ હેઠળ અનેક યોજનાઓ માટે જોગવાઈ કરવામાં આવે છે. પરંતુ તેનો અમલ કરવામાં આવતો નથી. તેથી કેન્દ્ર અને રાજય સરકારે આ અંગે વધુમાં વધુ તત્પરતા દર્શાવવાની જરૂર છે. તેમણે આગળ અર્બન નકસલ અંગે જણાવ્યું કે વન પ્રદેશોમાં અને અંતરિયાળ વિસ્તારોમાં હિંસા ફેલાવવા માટે શહેરી માઓવાદી હવે રાષ્ટ્રવિરોધી પ્રવુતિમાં જોવા મળી રહ્યાં છે.

ભાગવતે કહ્યું કે સમાજના દરેક પ્રકારની કમીઓ દુર કરીને તેના શિકાર બનેલા સમાજે તેમના લોકો પ્રત્યે આદર અને સત્કાર સાથે આ લોકોને ગળે લગાવવાની જરૂર છે. આ ઉપરાંત આપણે ભાષા, ભોજન જેવા સંસ્કાર પણ જોવા પડશે. ઘરના લોકોમાં આપણે સંસ્કારનું સિંચન કરવું પડશે.

Click for Tiny URL

NO COMMENTS

LEAVE A REPLY